કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ભારપૂર્વક જણાવ્યું છે કે ઊર્જા અને ઉર્જા ક્ષેત્ર તરફ કૃષિનું વૈવિધ્યકરણ દેશની જરૂરિયાત છે
કેન્દ્રીય માર્ગ-પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ બુધવારે (24 સપ્ટેમ્બર) જણાવ્યું કે, સરકારે એ ખેડૂતોનું સમર્થન કરવું જોઈએ જેને પોતાના ઉત્પાદનનું યોગ્ય ભાવ નથી મળતો. કારણ કે, આ ભાવ વૈશ્વિક કારણોથી નક્કી થાય છે. ભારતની 65 ટકા જનસંખ્યા કૃષિ ગતિવિધિઓમાં લાગેલી છે. પરંતુ, દેશના GDPમાં તેમનું યોગદાન ફક્ત 14 ટકા જ છે. ખાંડની કિંમત બ્રાઝીલ, તેલની કિંમત મલેશિયા, મકાઈની કિંમત અમેરિકા અને સોયાબીનની કિંમત અર્જેન્ટિનાથી પ્રભાવિત થાય છે.
- Advertisement -
ગ્રામીણ ભારતમાં બેરોજગારી
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ‘આપણે ગ્રામીણ અને આદિવાસી ભારતમાં ગરીબી અને બેરોજગારીની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. કારણ કે, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ખેડૂતોને યોગ્ય મૂલ્ય નથી મળી રહ્યું. એવામાં ગ્રામીણ કૃષિ અને આદિવાસી અર્થવ્યવસ્થાને બચાવીને રાખવા માટે આપણે કૃષિનું સમર્થન કરવાની જરૂર છે. જે ઉત્પાદક, દેશ અને આપણા માટે મહત્ત્વપૂર્ણ છે. ખેડૂતોના પાકને યોગ્ય વળતર ન મળવાના કારણે આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
ગડકરીએ વધુમાં દાવો કર્યો કે, ‘જ્યારે સરકારે મકાઇના બાયો-ઇથેનોલ બનાવવાની મંજૂરી મળે તો મકાઈની કિંમત 1200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધીને 2800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ. મકાઈથી ઇથેનોલનું ઉત્પાદન કરીને ખેડૂતોએ 45 હજાર કરોડ રૂપિયાની વધારાની કમાણી કરી છે. આ પ્રકારે જોઇએ તો ઊર્જા અને વીજળી ક્ષેત્ર તરફથી કૃષિનું વૈવિધિકરણ આપણા દેશની જરૂરિયાત છે. વૈકલ્પિક ઈંધણનું ભારતમાં ભવિષ્ય ઉજ્જવળ છે. હાલ આપણે ઊર્જા આયાત કરીએ છીએ. પરંતુ, એ દિવસ જલ્દી આવશે જ્યારે આપણે તેની નિકાસ કરીશું. આ દેશ માટે એક ઐતિહાસિક સફળતા હશે.’
- Advertisement -
વાયુ પ્રદૂષણ વિશે કરી વાત
દેશમાં વાયુ પ્રદૂષણનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ’40 ટકા વાયુ પ્રદૂષણ પરિવહન ઈંધણના કારણે થાય છે અને આ દેશ, ખાસ કરીને દિલ્હી માટે એક મોટી સમસ્યા છે. ભારત દર વર્ષે 22 લાખ કરોડ રૂપિયાની કિંમતે અશ્મિભૂત ઈંધણની આયાત કરે છે, જેનાથી પ્રદૂષણ પણ વધી રહ્યું છે. આર્થિક અને પ્રદૂષણ બંને જ પાસા જોઈએ તો આ દુનિયા અને ભારત માટે વૈકલ્પિક ઈંધણને પ્રોત્સાહન આપવાનો સમય છે. મારો લક્ષ્ય ભારતને ઉડ્ડયન ઈંધણના વિસ્તારમાં પણ અગ્રણી બનાવવાનો છે.’




