પેટ્રોલના ઇથેનોલ મિશ્રણથી શક્તિશાળી લોબીના કામ પર આક્ષેપો: નીતિન ગડકરી
નીતિન ગડકરીએ કહ્યું, “અશ્મિભૂત ઇંધણની આયાતને કારણે લગભગ ₹22 લાખ કરોડ દેશની બહાર જતા રહ્યા હતા. તેમના વ્યવસાયોને અસર થઈ અને તેઓ ગુસ્સે થઈ ગયા અને મારા વિરુદ્ધ પેઇડ ન્યૂઝ શરૂ કર્યા,” નીતિન ગડકરીએ કહ્યું.
- Advertisement -
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોમવારે ઇથેનોલ સંમિશ્રણના સંદર્ભમાં તેમની સામેના આક્ષેપો અંગેના વિવાદમાં ફસાવવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે આ તેમના નિર્ણયોથી નારાજ થયેલી શક્તિશાળી આયાત લોબીનું કામ છે.
‘ઈથેનોલ નીતિથી ઈંધણ આયાત કરનારા સ્વાર્થીઓને નુકસાન થયું’
ગડકરીએ ભારપૂર્વક કહ્યું કે, ‘મારી નીતિનો મુખ્ય હેતુ ઈથેનોલ મિશ્રણને પ્રોત્સાહન આપવા, ખેડૂતોને ઊર્જા ઉત્પાદક બનાવવા અને પ્રદૂષણ ઘટાડવા પર કેન્દ્રિત છે. પેટ્રોલ સાથે ઈથેનોલનું મિશ્રણ કરવાની નીતિ લાવવાથી ઈંધણ આયાત કરનારા સ્વાર્થી લોકોને આર્થિક નુકસાન થયું છે.’
- Advertisement -
‘મેં આજ સુધી કોઈ પણ ઠેકેદાર પાસેથી એક પૈસો લીધો નથી’
તેમણે વધુમાં કહ્યું કે, ‘ક્રૂડ ઓઈલની આયાતથી લગભગ 22 લાખ કરોડ રૂપિયા દેશની બહાર જઈ રહ્યા હતા. મારા આ નિર્ણયથી કેટલાક લોકોના વેપારને અસર થઈ છે, જેના કારણે નારાજ થઈને મારા વિરુદ્ધ પૈસા આપીને સમાચાર ચલાવી રહ્યા છે. ‘મેં આજ સુધી કોઈ પણ ઠેકેદાર પાસેથી એક પૈસો લીધો નથી, તેથી ઠેકેદારો મારાથી ડરે છે.’
હું ખોટા આરોપોથી પરેશાન નહીં થાવ : ગડકરી
ગડકરીએ અંતમાં કહ્યું કે, ‘હું મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરીશે અને ખોટા આરોપોથી પરેશાન નહીં થાવ. કારણ કે આ રાજકારણનો એક સામાન્ય અને સ્વાભાવિક ભાગ છે. લોકો જાણે છે કે સત્ય શું છે. મેં અગાઉ પણ ઘણી વખત આવી પરિસ્થિતિઓનો સામનો કર્યો છે.’
પુત્રની કંપનીનો નફા વધતા ગડકરી પર કરાયો આક્ષેપ
ગડકરીનું આ નિવેદન તેમના પુત્ર નિખિલ ગડકરી દ્વારા સંચાલિત કંપની સીઆઇએન એગ્રો ઈન્ડસ્ટ્રીઝના મહેસૂલ અને નફામાં થયેલા તીવ્ર વધારાને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે ઘણું મહત્ત્વનું છે. આ કંપની ઈથેનોલ ઉત્પાદનના વ્યવસાય સાથે જ સંકળાયેલી છે. કંપનીના નાણાકીય ડેટામાં આશ્ચર્યજનક ઉછાળો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીનું મહેસૂલ 17.47 કરોડ રૂપિયા હતું, જે એપ્રિલ-જૂન 2025ના સમયગાળામાં વધીને 510.8 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. આ દરમિયાન કંપનીનો નફો પણ વધીને 52 કરોડ રૂપિયાથી વધુ થઈ ગયો છે. આ ઉપરાંત કંપનીનું શેરનું મૂલ્ય પણ સોમવારે BSE પર એક વર્ષ પહેલાંના 172 રૂપિયાથી ઉછળીને 2023 રૂપિયા પર પહોંચી ગયું છે.




