-હવેનો વિકાસ માનવ કેન્દ્રીત: પર્યાવરણની ચેતવણી પણ સાંભળવી જરૂરી: ભારત પાસે વિશ્વને આપવા ઘણું બધુ છે: ચંદ્રયાનનો ઉલ્લેખ
ભારતના સૌથી મોટા ડિપ્લોમેટીક સમારોહના અંત સાથે જ વૈશ્વીક મંચ પર હવે ભારતનું સ્થાન દુનિયાની મહાશક્તિઓમાં સામેલ થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ 2019 બાદ જે રીતે ભારતની રાજદ્વારી નીતિને એક નવી ઉંચાઈએ લઈ જવા માટેનો પુરુષાર્થ શરૂ થયો તે હવે એક ટર્નીંગ પોઈન્ટ પર પહોંચી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે જી-20ના તેમના અધ્યક્ષ સ્થાનના અંતિમ સંબોધનમાં હવે વિશ્વ વ્યવસ્થા બદલાઈ રહી છે અને તેની સાથે ફકત દુનિયાના દેશોએ જ નહી પણ સંયુક્ત રાષ્ટ્રસંઘે પણ બદલવું પડશે.
- Advertisement -
#WATCH | G 20 in India | PM Modi at the G 20 Summit says "Today, as the president of G 20, India calls upon the world together to transform the global trust deficit into one of trust and reliance. This is the time for all of us to move together. In this time, the mantra of 'Sabka… pic.twitter.com/vMWd9ph5nY
— ANI (@ANI) September 9, 2023
- Advertisement -
તે સ્પષ્ટ સંદેશ આપીને આગામી સમયમાં ભારતને રાષ્ટ્રસંઘની સલામતી સમીતીમાં કાયમી સભ્યપદ માટે દાવો મજબૂત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે વિશ્વને બહેતર ભવિષ્યમાં લઈ જવા માટે એ જરૂરી છે કે દુનિયાની વ્યવસ્થામાં પણ તે મુજબ બદલાવી જોઈએ.વડાપ્રધાન મોદીએ આ સંમેલનમાં ‘એક ભવિષ્ય’ સત્રને સંબોધનમાં અનેક મહત્વપૂર્ણ મુદાઓને આવરી લીધા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે એ કુદરતી સિદ્ધાંત છે કે જે વ્યક્તિ સમાજ કે પછી દેશ અથવા આ મંચને અસરકર્તા ગણીએ તો પુરી દુનિયા જો સમય મુજબ ખુદનામાં સુધાર ના લાવે તો તે તેનું વજૂદ (મહત્વ) ખોઈ બેસે છે. તેમનો ઈશારો સીધો સંયુક્ત રાષ્ટ્રસંઘ તરફ હતો જયાં બીજા વિશ્વયુદ્ધ બાદ વિશ્વની તે સમયની મહાસતાઓનું વર્ચસ્વ કાયમ રહ્યું છે.
#WATCH | G 20 in India | Prime Minister Modi at the G 20 Summit says "The 21st century is an important time to show the world a new direction. This is the time when old problems are seeking new solutions from us and that is why we should move ahead fulfilling our responsibilities… pic.twitter.com/xzWDVyDpgK
— ANI (@ANI) September 9, 2023
વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કહ્યું કે વૈશ્વીક સંસ્થાઓએ તેની આવશ્યકતા બનાવી રાખવા માટે તેમાં સુધારા જરૂરી છે અને તેથીજ આફ્રિકન યુનિયન જે ‘એ-યુ’ તરીકે ઓળખાય છે તેના 54 દેશોને જી-20માં સામેલ કરવા નિર્ણય લીધો છે. વડાપ્રધાન મોદીએ સમગ્ર વૈશ્વીક ઢાંચા જ બદલવાની જરૂરિયાત દર્શાવી હતી. વડાપ્રધાન મોદીએ વિશ્વમાં સતત ચર્ચા અને વિવાદ બન્ને તથા એક સમાંતર ચલણ તરીકે પણ મજબૂત બની રહેલા ક્રિપ્ટોકરન્સી મુદો પણ ઉઠાવ્યો હતો અને તેનાથી વિશ્વના ચલણો જ નહી. અર્થતંત્ર સામે પડકાર સર્જાઈ શકે છે તો બીજી તરફ ત્રાસવાદ-ગેરકાનુની પ્રવૃતિઓ તથા કાળા-નાણા સહિતના વૈશ્વીક દુષણોને પણ વેગ મળી શકે છે તેથી તેને કોઈ એક દેશની સમસ્યા નહી ગણતા વૈશ્વીક વલણ અપનાવવુ જરૂરી છે
#WATCH | G 20 in India: Handshake by Prime Minister Narendra Modi, US President Joe Biden, President of Brazil Luiz Inacio, President of South Africa Cyril Ramaphosa and World Bank President Ajay Banga at Bharat Mandapam, the venue for G-20 Summit in Delhi. pic.twitter.com/n5Ahe0G5Ia
— ANI (@ANI) September 9, 2023
અને તે દિશામાં એક અલગ મંચથી સામુહિક પ્રયાસો જરૂરી છે. વડાપ્રધાન મોદીએ હવે વિશ્વના વિકાસને પર્યાવરણ-લક્ષી બનાવવાની છે અને જે રીતે ગ્લોબલ વોર્મિંગ સહિતની સમસ્યાએ પ્રભાવ પાડી રહી છે તે દિશામાં વિકાસને માનવ કેન્દ્રીત બનાવવાની જરૂરિયાત દર્શાવી હતી.વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત પાસે વિશ્વને આપવા સાત સહિતની અનેક બાબતો છે. તેઓએ આ માટે ચંદ્રયાન-પ્રોજેકટનો ઉલ્લેખ કર્યો હતો. બાદમાં વડાપ્રધાન મોદીએ ગઈકાલે જી-20નું અધ્યક્ષપદ હવે બ્રાઝીલને સુપ્રત કર્યુ હતું પણ હજું નવેમ્બર સુધી ભારત આ સમુહના અધ્યક્ષપદે રહેશે અને તે સમય દરમ્યાન આ બેઠકમાં લેવાયેલા નિર્ણયોને અમલમાં લઈ જવા માટે વડાપ્રધાને નવેમ્બરમાં એક વર્ચ્યુઅલ બેઠક માટે પણ સૂચના કરતા તે સ્વીકારી લેવાયું હતું.
#WATCH | G 20 in India | Prime Minister Narendra Modi invites the Head of the African Union to take his seat, as a permanent member of the G20 as the first session of the Summit begins. pic.twitter.com/ueCe7pwNLS
— ANI (@ANI) September 9, 2023
તુર્કીનો યુટર્ન: યુનોમાં કાયમી સભ્યપદ માટે ભારતને ટેકો
અનેક આંતરરાજય મંચ પર પાકિસ્તાનને ટેકો આપીને ભારત વિરોધી વલણ અપનાવનાર તુર્કીએ ગઈકાલે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં કાયમી સભ્યપદ માટે ભારતના દાવાને ટેકો જાહેર કરીને આશ્ચર્ય સર્જી દીધું હતું. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને કહ્યું કે ગર્વની બાબત છે કે ભારત સુરક્ષા પરિષદમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે અને તેથી તેને સુરક્ષા પરિષદના પાંચ કાયમી સભ્યોની સાથે છઠ્ઠા સભ્ય તરીકે સ્થાન મળવું જોઈએ.
#WATCH | G 20 in India | Indonesian President Joko Widodo and President of Brazil Luiz Inacio hand over a sapling to Prime Minister Narendra Modi ahead of Session 3 of the G20 Summit. pic.twitter.com/9cy0D421sJ
— ANI (@ANI) September 10, 2023
હવે જી-20નું અધ્યક્ષપદ બ્રાઝીલને: ‘ગેવલ’ સુપ્રત કરતા મોદી
જી-20 દેશોની શિખર પરિષદ પૂર્ણ થતા જ હવે ડિસેમ્બર 2023થી આ વૈશ્વીક મંચનું અધ્યક્ષપદ બ્રાઝીલને મળશે. ગઈકાલે વડાપ્રધાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંતિમ બેઠકમાં બ્રાઝીલના રાષ્ટ્રપતિ લુઈઝ ઈનાસીમાં બુલા ડી સિલ્વાને જી-20 દેશોનું અધ્યક્ષપદની ઓર્ડર બેનેટ સુપ્રત કરી હતી. આ માટે જી-20માં ‘ગૈવલ’ એક ખાસ પ્રકારના હથોડાની લેવડ દેવડ થાય છે. ભારત નવેમ્બર સુધી હજું આ મંચનું અધ્યક્ષ રહેશે.