ટાયફન ડોક-સુરીએ એવી તબાહી મચાવી છે કે અનેક શહેરો જળબંબાકાર
તોફાનને લીધે 10 લાખ લોકો વિસ્થાપિત થયા
- Advertisement -
અત્યંત વર્ષાને લીધે મોટાભાગના પાકનો નાશ
ખાસ-ખબર સંવાદદાતા
સનાતન સત્ય છે કે ” તેવી ભરણી” ” હંમેશા સમતોલ જ રહે છે. દુનિયાભરમાં દાદાગીરી કરતું અને નાના તથા નબળા પાડોશી દેશોને ચીન ઉપર કુદરતનો પ્રકોપ ફરી વળ્યો છે. હવે ” મોડે મોડે લીક થયેલ અહેવાલો જણાવે છે કે ટાયફન ડોક-સુરીએ ચીનમાં એવી તબાહી મચાવી છે કે તેને લીધે થયેલા પ્રચંડ-યુરોપે કેટલાયે શહેરોને જળબંબાકાર બનાવી દીધા છે. અનેક શહેરો પાણીમાં ડુબાડુબ થઈ ગયા છે. પ્રચંડ વર્ષાને લીધે ઘણો ઊભો પાક પણ નાશ પામ્યો છે. પરિણામે ચીનમાં ખાદ્યાન્નની તંગી ઉભી થઈ ગઈ છે. શહેરોની હાલત તો ખરાબ જ છે. ગામડાઓની હાલત તો તેથી પણ ખરાબ હોવા સંભવ છે. ખેતરોમાં પાણી ઘુસી ગયું છે. પરિણામે અસંખ્ય લોકોને ખાવાના ફાંફાં પડી ગયા છે. અનાજના સૌથી વધુ ઉત્પાદક વિસ્તાર પુર્વોતર ચીનમાં ખેતી સંપુર્ણ રીતે નાશ પામી છે. તોફાનને લીધે 10 લાખ લોકો વિસ્થાપિત થયા છે. જ્યારે ઓછામાં ઓછા 30 ના જાન ગયા છે. આ મૃત્યુ અહેવાલો તો બૈજિંગ અને તેને સ્પર્શીને ઉભેલા હેબઈ પ્રાંતના છે.
- Advertisement -
ચીનના હેઈલોંગજિયાન, જીલીન અને લાઓજીવાત પ્રાંતો દેશનો અન્નનો કોઠાર કહેવાય છે. આ ત્રણે પ્રાંતોમાં ખેતીલાયક જમીન ઘણી જ ઉપજાઉ છે. અહી દેશના ચીનના ઉત્પાદનનો મોટો ભાગ છે. આ ત્રણ પ્રાંત ઘણા જ પ્રભાવિત થયા છે. હેઈલોંગજીયાંગમાં પુરને લીધે ચોખાનો પાક તદ્દન નાશ પામ્યો છે. શાકભાજી પણ ધોવાઈ ગઈ છે. હેઈલોંગજિયાંગના મુખ્ય શહેર ટાર્બિન આસપાસની 90,000 હેકટરમાં પાક નાશ પામ્યો છે. હાર્બિન પાસેના શહેર શાંગજી આસપાસની 42,575 હેકટરનો પાક પાણીમાં ડુબી ગયો છે. ચીનનાં કૃષિ મંત્રાલયે જ જણાવ્યું છે કે દેશની ખેતીને ઘણી ખરાબ અસર થઈ છે. ઘઉંનું ઉત્પાદન પણ ઓછું થયું છે. ચોખા તો બર્બાદ થઈ ગયા છે. ગત વર્ષે ભીષણ ગરમીને લીધે પાક નાશ પામ્યો, આ વર્ષે પ્રચંડ પુરોને લીધે પાક નાશ પામ્યો છે. આ કારણસર ખાદ્યાન્નના ભાવ ઉંચા જવા સંભવ છે.