13 માળ અને 18 ટાવરમાં હશે 920 ફ્લેટ
રાજ્યની સૌથી મોટી પોલીસ લાઈન બનવાનો દાવો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગુજરાતમાં ઘણા સમયથી પોલીસ કર્મચારીઓ માટે પોલીસ લાઈન અને તેના પરિવાર માટે સારી રહેવાની જગ્યા ખૂબ જ મહત્ત્વની અને જરૂરી હોવાનું સરકાર દ્વારા ઘણા સમયથી વિચારણા કરવામાં આવી રહી હતી. જેમાં પરિવારને જરૂરી તમામ વસ્તુઓ મળી રહે અને એક સારું જીવન તેઓ પરિવાર સાથે રહે તે માટે હવે નવી અત્યાધુનિક પોલીસ લાઈનો બની રહી છે. જેમાં 2ઇઇંઊં ફ્લેટ કોન્સ્ટેબલોને ફાળવવામાં આવશે. અમદાવાદ શહેરમાં રાજ્યની સૌથી મોટી પોલીસ લાઈન બનવા જઈ રહી છે. જેમાં 920 મકાનો હશે, જે તમામ મકાનો 13 માળના ટાવર અને બે માળ પાર્કિંગ બેઝમેન્ટ સાથે બનાવવામાં આવનાર છે. આગામી સમયમાં તેનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં બનનારાં આ મકાનોમાં તમામ પોલીસકર્મી જેને મકાન ફાળવવામાં આવશે તે ફર્નિચર સાથે ફાળવવામાં આવનાર છે.
અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં હવે શહેરની સૌથી મોટી પોલીસ લાઈન બનવા જઈ રહી છે. જે પોલીસ લાઈનમાં 13 માળનાં કુલ 18 ટાવર બનવાનાં છે. જેમાં બેઝમેન્ટ બે માળ સુધીનું હશે, જેમાં વહન પાર્કિંગ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયાં આગામી દિવસોમાં પોલીસ લાઈન અને નવા પોલીસ સ્ટેશનના મકાનનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. જે માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, 920 મકાનમાં અમદાવાદ શહેરના પોલીસ કર્મચારીઓને મકાન ફાળવવામાં આવશે. જેમાં પંખા, લાઈટ, બેડ સહિતની પાયાની તમામ સુવિધા અને સાથે ફર્નિચર પણ આપવામાં આવશે. 920 પરિવાર આ પોલીસ લાઈનમાં રહેશે અને ત્યાં જ બે બ્લોકને જોડીને ઘાટલોડિયા પોલીસ સ્ટેશન બનવાનું છે. જે આગામી સમયમાં અમદાવાદ શહેરના અત્યાધુનિક પોલીસ સ્ટેશન પૈકીનું એક હશે. આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ મહિનાના અંત સુધીમાં આ જગ્યાનું ખાતમુહૂર્ત થશે, જેના માટે સંબંધિત વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ મકાનમાં સહેજ પણ કચાશ ન રહે તે માટે આખું કામ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના અનુભવી લોકોના મોનિટરિંગમાં થવાનું પણ જાણવા મળી રહ્યું છે.