ખાસ-ખબર સંવાદદાતા
આજના આ આધુનિક યુગમાં ભારતે વિકાસની હરણફાળ ભરી છે.દેશનાં આ બેજોડ વિકાસ વચ્ચે પણ’ એક મોટો વર્ગ ગરીબી રેખાની નીચે જીવે છે.કારણ કે આ લોકોને એક ટંક જમવાનું પણ નસીબ થતું નથી.ત્યારે આવા ગરીબ લોકોની વ્હારે ગુજરાત સરકાર આવી છે.બાંધકામ સાથે સંકળાયેલા લોકોને રોજનું ભોજન મળી રહે તે હેતુથી સરકાર દ્વારા શ્રમિક અન્નપુર્ણ યોજના અમલમાં મુકવામાં આવી છે.શ્રમિક અન્નપુર્ણ યોજના અંતર્ગત 5 રૂપિયામાં ભરપેટ ભોજન આપવામાં આવે છે.ત્યારે આ યોજાનાનો લાભ કોણ લઈ શકે અને કેવી રીતે લઈ શકે તે જાણીએ.
ગુજરાત એટલે ઉદ્યોગીક હબ, અહિંયા મોટા મોટા ઉદ્યોગો અને બાંધકામ ક્ષેત્રે ગુજરાતમાંથી કરોડો લોકોને રોજગારી મેળવે છે.આપણા રાજ્યમાં અન્ય રાજ્યોમાંથી પણ શ્રમિકો પોતાની ગુજરાન ચલાવવા માટે આવે છે.ત્યારે આ શ્રમિકો માટે ગુજરાત સરકાર દ્વારા ભોજન યોજના શરૂ કરવામાં આવી છે.આ યોજના અંતર્ગત બાંધકામ સાથે જોડાયેલા મજુરોને માત્ર 5 રૂપિયામાં ભરપેટ ભોજન આપવામાં આવે છે.
રાજ્યના તમામ મોટા શહેરોમાં કડીયાનાકા આવેલા છે. આ મજુરો રોજનું કમાઈને રોજ ખાનારા હોય છે.ઘણી વખત તો તેમને દિવસે મજુરી ન મળે તો આખો દિવસ બેકાર રહે છે. આ સ્થિતિમાં તેઓ અને તેમનો પરિવાર ભરપેટ ભોજન કરી શકતા નથી.જેથી રાજ્ય સરકાર દ્વારા શ્રમિક અન્નપુર્ણ યોજના શરૂ કરવામાં આવી છે.રાજકોટ શહેર અને જીલ્લામાં કુલ 5 જેટલા શ્રમિક અન્નપુર્ણ સેન્ટરો આવેલા છે. જ્યાંથી રોજના હજારો શ્રમિકો પોતાનું ભોજન મેળવી રહ્યાં છે.
રાજ્ય સરકારના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ વિભાગના શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ આવતા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા નિર્માણ હેઠળ નોંધાયેલા 8,54,000થી વધુ શ્રમિકોને અને ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ નોંધાયેલા 24.5 લાખથી વધુ એમ કુલ 33.4 લાખથી વધુ શ્રમિકોને યોજનાઓનો લાભ મળવા પાત્ર છે. આ યોજનાનો લાભ લેતા શ્રમિકોએ પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે હું અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં રોજગારી મેળવવા માટે આવ્યો છું.ત્યારે આ યોજનાથી અમારા જેવા હજારો શ્રમિકોને આર્થિક ભીસમાંથી મુક્તિ મળે છે અને અમે લોકો રોજે ફક્ત 5 રૂપિયામાં જ ભરપેટ ભોજન જમી શકીએ છીએ.