- ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચરથી ભારતનો અભૂતપૂર્વ વિકાસ
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે ડિજીટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં ભારત સરકારની ભરપેટ પ્રશંસા કરી છે. IMFનું કહેવું છે કે ભારતે પોતાના ડિજીટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આધારે પોતાની વિકાસ યોજનાઓને શાનદાર રીતે વેગ આપ્યો છે. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મારફતે ભારતે જનકલ્યાણની અનેક યોજનાઓને દેશભરમાં પહોંચાડી છે.
IMFએ પોતાના એક અહેવાલમાં ભારત સરકારની પ્રશંસા કરતા કહ્યું કે ડિજીટલ ઈન્ફ્રાના વિકાસ તથા તેના આધારે ભારત સરકારે કોરોના જેવી વૈશ્વિક મહામારીની સ્થિતિમાં પણ પોતાની પ્રજાની પૂરી કાળજી રાખી છે. IMFએ પોતાના પેપરના માધ્યમથી વડાપ્રધાન જન ધન યોજનાની પણ ખૂબ જ પ્રશંસા કરી છે. પેપરમાં કહેવામાં આવ્યું છે કે PM મોદીના વડપણ હેઠળ સરકારે મોબાઈલ ડેટાની કિંમતો પર નિયંત્રણ મુકવાનું કામ કરીને પ્રજાને ઈન્ટરનેટ સાથે જોડાયેલી રાખી છે. કારણ કે 4G મોબાઈલનો ડેટા 90 જેટલો સસ્તો કરવામાં આવ્યો છે.
- Advertisement -
આ સાથે IMFએ કહ્યું છે કે ડિજીટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આધારે જ ભારતે કોરોના મહામારીની સ્થિતિમાં પતાની ગરીબ પ્રજાની ખૂબ જ કાળજી રાખી છે. આ ઉપરાંત વેક્સિન પહોંચાડી છે. ભારત સરકારે કોવિડ એપ તૈયાર કરી. અને તેના મારફતે આદર્શ રીતે વેક્સિનનું વિતરણ કરવામાં આવ્યું. આટલી વિશાળ જનસંખ્યાને ઝડપભેર વેક્સિન પહોંચાડવાના પડકારજનક કાર્યને ભારત સરકારે ખૂબ જ સારી રીતે કરી દેખાડ્યું છે. આ ઉપરાંત ભારતે કોવિડ એપને ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, શ્રીલંકા જેવા અનેક દેશોમાં ઉપયોગ કરવામાં આવ્યો.