સૌરાષ્ટ્ર યુનિ.માં ફિઝિક્સ વિષય ઉપર રસપ્રદ ક્વિઝનું પણ આયોજન થયું, પ્રથમ ત્રણ વિજેતાઓનું સન્માન કરાયું
ખાસ-ખબર સંવાદદાતા
ભૌતિકશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મારફત વિજ્ઞાન વિદ્યાશાખાનાં વિદ્યાર્થીઓ સર્વાંગી વિકાસ થાય તે હેતુ સાથે સાયન્સ ક્લબ અંતર્ગત “વિજ્ઞાન આરોહણ શ્રેણી”ની શરૂઆત તે કરાયેલ છે. આ શ્રેણી અંતર્ગત વિજ્ઞાનનાં વિદ્યાર્થીઓ માટે ત્રીજી નિ:શુલ્ક કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ હતું.
- Advertisement -
કાર્યશાળાના પ્રથમ સત્રમાં ફિઝીક્સ વિષયનાં રસપ્રદ પ્રશ્નો પૃથ્વીનાં ગુરૂત્વાકર્ષણની બહાર નિકળવા માટે ઓછામાં ઓછો કેટલો વેગ જોઈએ ? અવકાશમાં માનવસર્જિત સ્થિર ઉપગ્રહો કેટલી ઊંચાઈએ ફરતા હોય છે ? વિમાન ફિઝીક્સનાં કયા સિદ્ધાંતોને આધારે ઉડે છે ? મોબાઈલ અને કોમ્પ્યુટરમાં રહેલી સેમીક્ધડકટર ચીપ કયા મૂળભૂત ભૌતિક પદાર્થમાંથી બનાવવામાં આવે છે ? વગેરે ભાગ લેનાર 150 થી વધુ વિદ્યાર્થીઓને પૂછી પ્રથમ ક્રમે આવેલ કુ. અપેક્ષા કૈલા, દ્વિતિય ક્રમે શ્રી સર્વેશ નાનજી તેમજ તૃતિય ક્રમે આવેલ કુ. ચાવડા દેવાંસીબાને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
વિજ્ઞાન આરોહણ શ્રેણી ટોક-3 માં જાણીતા લાઈફ કોચ અને મોટીવેશન સ્પીકર પ્રો. લલિત ચંદેએ ” સેટ ઈન 21 મી સદી’ વિષય પર વિસ્તૃત વ્યાખ્યાન આપેલ હતું. પ્રો. લલિત ચંદેએ તેમનાં વ્યાખ્યાન દરમ્યાન 21 મી સદીમાં “સ્કીલ સેટ” નાં ઉપયોગ વિશે રસપ્રદ ઉદાહરણો સાથે વિદ્યાર્થીઓને માહિતગાર કરેલ હતા. આ સ્પર્ધાત્મક યુગમાં અભ્યાસ તથા વિષયનાં જ્ઞાનની સાથે વિવિધ સ્કીલ વિકસાવી કેવી રીતે અલગ ઓળખ ઉભી કરી સફળતા મેળવી શકાય અને નોકરીને બદલે ઉદ્યોગપતિ બનવા માટેનાં સરળ રસ્તાઓ દર્શાવ્યા હતા. પ્રો. ચંદેએ અભ્યાસ તેમજ જુદી જુદી સ્કીલનાં વિકાસ અર્થે ’યુનેસ્કો’ દ્વારા થઈ રહેલાં પ્રયાસો અને યુનેસ્કોએ સફળતા માટેની 10 લાઈફ સ્કીલ અંગે ઝીણવટપૂર્વક તાલીમ આપી હતી. તેમણે બાઝ પક્ષીનું ઉદાહરણ આપીને “પરીંદે પેદા હોતે હૈ લેકીન બાઝ બનના પડતા હૈ” એવો સંદેશો વિદ્યાર્થીઓએ આપ્યો હતો.
કાર્યશાળાની પ્રારંભમાં ફિઝીક્સ ભવનનાં અધ્યક્ષ પ્રો. નિકેશભાઈ શાહ અને નેનો સાયન્સ ભવનનાં અધ્યક્ષ પ્રો. ભરતભાઈ કટારીયાએ વિધાર્થીઓને માર્ગદર્શન આપેલ. સાયન્સ ક્લબનાં કો-ઓર્ડીનેટર ડો. દેવિત ધ્રુવે સ્વાગત પ્રવચન, કુ. નિતુ ચંદ્રવાડીયાએ તજજ્ઞનો પરિચય, કુ. દેવાંશી પરીખે કાર્યક્રમનું સફળ સંચાલન અને ચિંતનભાઈ પંચાસરાએ આભારવિધિ કરી હતી.સ્કિલ સેટ ઈન 21મી સેન્ચ્યુરી વિષયક નિ:શુલ્ક કાર્યશાળા યોજાઈ.