ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અનેકવિધ સેવાના પ્રકલ્પો સાથે કાર્ય કરતી સુપ્રસિદ્ધ સંસ્થા સર્જન ફાઉન્ડેશન (પ્રમુખ સુરેશ પરમાર) અને રાષ્ટ્રીય શાળાના સંયુક્ત ઉપક્રમે રાજકોટની જાહેર જનતા માટે આગામી તા. 13-7-25 ને રવિવારના રોજ સવારે 9-00થી 1-00 સુધી રાષ્ટ્રીય શાળામાં (મનહર પ્લોટ, યાજ્ઞિક રોડના છેડે, રાજકોટ) નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ સર્વરોગ નિદાન કેમ્પમાં આવનાર તમામ લાભાર્થીઓને કુમકુમ ગ્રુપ (મનોજ પટેલ) તરફથી તુલસી રોપા ફ્રી વિતરણ કરવામાં આવશે.
આપણામાં એક કહેવત છે કે જેને આપણે ઘણા વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, પહેલું સુખ તે જાતે નર્યા, પ્રથમ સુખ ખરેખર એ જ છે કે તમે જાતે તંદુરસ્ત અને નિરોગી રહો. કારણ કે એક સ્વસ્થ તનની અંદર જ એક સ્વસ્થ મન રહે છે અને જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરવા માટે સ્વસ્થ તનની સાથે સ્વસ્થ મનની પણ એટલી જ આવશ્યકતા છે એટલે જ જો અર્થપૂર્ણ જીવન જીવવું હોય તો તંદુરસ્તીને પ્રાથમિકતા આપવી જોઈએ.
- Advertisement -
પરંતુ આજકાલ ખાન-પાનની અયોગ્ય ટેવ, સુવાનો તથા જાગવાનો અનિશ્ર્ચિત સમય, અવારનવાર બહારના જંકફૂડ ખાવાની ટેવ, ફ્રીઝમાં રાખેલો વાસી ખોરાક ખાવાની રીત વગેરે આપણા સ્વસ્થ શરીરને લાંબે ગાળે બહુ મોટું નુકસાન પહોંચાડે છે અને અંતે તંદુરસ્ત શરીર બની જાય છે રોગનું ઘર. ઘણીવાર બેસવા, ઉઠવાની અમુક ખોટી રીતોના કારણે પણ સાંધાના દુ:ખાવા થઈ શકે છે. દરેક મનુષ્ય સારૂં સ્વાસ્થ્ય ઈચ્છે છે. આ કેમ્પનો હેતુ એ જ છે કે વધુ ને વધુ લોકો નિરોગી અને સ્વસ્થ બને. આ માટે સેવાના ભરથારી એવા અલગ અલગ ચિકિત્સકો દ્વારા આ કેમ્પમાં સારવાર અને નિદાન કરી આપવામાં આવશે.
રાષ્ટ્રીય શાળાના મધ્યસ્થ ખંડમાં યોજાનાર નિદાન કેમ્પમાં ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ અને રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, સાંસદ (રાજ્યસભા) રામભાઈ મોકરીયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, રાજકોટના ઉદ્યોગપતિ મનીષભાઈ મડેકા, રાષ્ટ્રીય શાળાના મેનેજિંગ ટ્રસ્ટી જીતુભાઈ ભટ્ટ, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આજરોજ ‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાતે સુરેશ પરમાર (પ્રમુખ સર્જન ફાઉન્ડેશન), રમાબેન હેરભા (પ્રમુખ સર્જન ફાઉન્ડેશન મહિલા કમિટી), દિપાબેન કાચા, દેવયાનીબેન રાવલ, સીમાબેન અગ્રવાલ, ભાવનાબેન ચતવાણી, હર્ષિદાબેન કનોજિયા, દિવ્યાબેન રાઠોડ, ભારતીબેન પંડ્યા, ગુણવંતભાઈ ભટ્ટ, પ્રકાશ વોરા, કપિલ ગજ્જર, મનોજ પટેલ વિગેરે આવેલા હતા.