સરકારી વૅક્સિનેશન કેન્દ્ર પરથી લઈ શકાશે
ખાસ-ખબર સંવાદદાતા
કોરોના મહામારીએ આખી દુનિયાને પોતાના ભરડામાં લીધી ત્યાર બાદ તેનાથી રક્ષણ માટે કોરોના વેક્સિનનું સંશોધન કરવામાં આવ્યું હતું. કોરોનાથી બચવા માટે માસ્ક અને વેક્સિન ખૂબ જ વિશ્વસનીય ઉપાયો માનવામાં આવે છે. દેશમાં ફરી એક વખત કોરોના સંક્રમણના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજથી દેશના 18થી 59 વર્ષની ઉંમરના તમામ લોકો સરકારી વેક્સિનેશન કેન્દ્ર ખાતેથી કોવિડ વેક્સિનનો બુસ્ટર ડોઝ/પ્રિકોશન ડોઝ/ત્રીજો મફતમાં લઈ શકશે. આગામી 75 દિવસ સુધી નિશ્ચિત વય મર્યાદા ધરાવતી કોઈ પણ વ્યક્તિ સરકારી વેક્સિનેશન કેન્દ્ર પરથી ફ્રીમાં કોરોનાનો બુસ્ટર ડોઝ લઈ શકશે. 75 દિવસના એક વિશેષ અભિયાન અંતર્ગત આ પ્રક્રિયાનો આરંભ કરવામાં આવ્યો છે. સત્તાવાર સૂત્રોના કહેવા પ્રમાણે કોવિડના પ્રિકોશન ડોઝ અંગે લોકોમાં જાગૃતિ આવે તે ઉદ્દેશ્યથી ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત આ અભિયાન ચલાવવામાં આવશે.
- Advertisement -
રાજકોટમાં 8 લાખ, જિલ્લામાં 6.77 લાખ લોકોને બૂસ્ટર ડોઝ લેવાનો બાકી
રાજકોટ જિલ્લામાં 6.77 લાખ અને શહેરમાં અંદાજિત 8 લાખ લોકોને બૂસ્ટર ડોઝ લેવાના બાકી છે. રાજકોટ જિલ્લામાં કોવિશિલ્ડના 6,56,000 અને કોવેક્સિનના 21000 સહિત કુલ 6,77,000 18 પ્લસ લોકોને પ્રિકોશન ડોઝ લેવાનો બાકી છે, જે અંતર્ગત જિલ્લા સ્તરે કેન્દ્રો પર પ્રિકોશન ડોઝ આપવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
શહેરમાં 24 સ્થળે વેક્સિનનો પ્રિકોશન ડોઝ મફતમાં અપાશે
1) સિવિલ હોસ્પિટલ
2) પદ્મકુંવરબા હોસ્પિટલ
3) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર
4) નંદનવન આરોગ્ય કેન્દ્ર
5) નાનામવા આરોગ્ય કેન્દ્ર
6) મવડી આરોગ્ય કેન્દ્ર
7) આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર
8) શાળા નં. 28, વિજય પ્લોટ
9) સદર આરોગ્ય કેન્દ્ર
10) અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર
11) રામનાથપરા આરોગ્ય કેન્દ્ર
12) ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર
13) હુડકો
14) નારાયણનગર આરોગ્ય કેન્દ્ર
15) જંકશન આરોગ્ય કેન્દ્ર
16) માધાપર આરોગ્ય કેન્દ્ર
17) મોરબી રોડ, કોમ્યુનીટી હોલ
18) ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર
19) IMA આરોગ્ય કેન્દ્ર
20) કબીરવન આરોગ્ય કેન્દ્ર
21) રામપાર્ક આરોગ્ય કેન્દ્ર
22) ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર
23) પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર
24) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર વગેરે કેન્દ્રનો સમાવેશ થાય છે