ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના ફાઉન્ડર મુલાયમ સિંહ યાદવનું 83 વર્ષની વયે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં નિધન થતા શોક વ્યાપ્યો હતો.
દેશની રાજનીતિમાં એક યુગનો અસ્ત થયો છે. કદ્દાવર નેતા અને નેતાજીના હુલામણા નામથી જાણીતા બનેલા યુપીના પૂર્વ સીએમ મુલાયમ સિંહ યાદવનું અવસાન થતા શોકની લહેર દોડી ગઈ છે. મુલાયમ સિંહે યાદવે ગુરુગ્રામની જાણીતી મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મુલાયમ સિંહ યાદવને શ્વાસ લેવામા તકલીફ અને બીજી બીમારીઓને કારણે 2 ઓક્ટોબરે ગુરુગ્રામની મેદાતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
- Advertisement -
ખેડૂત પરિવારમાં થયો હતો જન્મ
મુલાયમ સિંહ યાદવનો જન્મ 22 નવેમ્બર 1939ના રોજ ઈટાવા જિલ્લાના સૈફઈ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ સુગર સિંહ યાદવ હતું કે જેઓ ખેડૂત હતા. મુલાયમ સિંહ યાદવ હાલમાં મૈનપુરી સીટ પરથી લોકસભાના સાંસદ હતા. ઉત્તર પ્રદેશની રાજનીતિ હોય કે દેશની રાજનીતિ બંનેમાં મુલાયમ સિંહ યાદવની ગણતરી અગ્રણી નેતાઓમાં થતી. તેઓ ત્રણ વખત યુપીના સીએમ રહી ચૂક્યાં છે અને કેન્દ્ર સરકારમાં સંરક્ષણ પ્રધાન પણ રહી ચૂક્યાં છે. આ સિવાય મુલાયમ સિંહ 8 વખત ધારાસભ્ય અને 7 વખત લોકસભા સાંસદ તરીકે પણ ચૂંટાયા છે.
મુલાયમ સિંહ યાદવે બે વખત લગ્ન કર્યા છે. તેમની પ્રથમ પત્નીનું નામ માલતી દેવી હતું કે જેનું મે 2003માં અવસાન થયું હતું, તેઓ અખિલેશ યાદવના માતા હતા. મુલાયમ સિંહ યાદવે બીજી વાર સાધના ગુપ્તા સાથે લગ્ન કર્યા હતા. મુલાયમ સિંહ યાદવ અને સાધનાના પુત્રનું નામ પ્રતીક યાદવ છે. તાજેતરમાં જ સાધના યાદવનું અવસાન થયું હતું.
- Advertisement -
Samajwadi Party supremo and former Uttar Pradesh CM Mulayam Singh Yadav passes away at the age of 82, confirms Akhilesh Yadav.
He was under treatment at Gurugram's Medanta hospital since last week. pic.twitter.com/qDYIuT5DcH
— ANI (@ANI) October 10, 2022
મુલાયમ સિંહ યાદવની 5 દાયકાની રાજકીય કારકિર્દી
-1967, 1974, 1977, 1985, 1989, 1991, 1993 અને 1996 એમ 8 વખત તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા હતા.
-1977 તેઓ ઉત્તર પ્રદેશ સરકારમાં સહકારી અને પશુપાલન મંત્રી હતા. તેઓ લોકદળ ઉત્તર પ્રદેશના પણ અધ્યક્ષ હતા. -1980માં તેઓ જનતા દળના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા હતા.
-1982-85માં વિધાન પરિષદના સભ્ય હતા.
-1985-87માં તેઓ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા હતા.
-તેઓ 1989-91માં ઉત્તર પ્રદેશના CM હતા.
-1992માં સમાજવાદી પાર્ટીની રચના કરી હતી.
-1993-95માં તેઓ ઉત્તર પ્રદેશના CM રહી ચૂક્યાં છે.
-1996માં તેઓ સાંસદ બન્યા.
-1996-98માં તેઓ સંરક્ષણ મંત્રી હતા.
-1998-99માં ફરીવાર તેઓ સાંસદ તરીકે ચૂંટાયા.
-1999માં સાંસદ તરીકે ત્રીજી વખત તેઓ લોકસભા પહોંચ્યા અને ગૃહમાં સપાના નેતા બન્યા.
-ઓગસ્ટ 2003થી મે 2007 સુધી તેઓ ઉત્તર પ્રદેશના સીએમ બન્યા.
-ચોથી વખત તેઓ 2004માં લોકસભા સાંસદ બન્યા
-તેઓ 2007-2009 સુધી યુપીમાં વિપક્ષના નેતા હતા.
-5મી વખત મે 2009માં તેઓ સાંસદ બન્યા.
-6ઠ્ઠી વખત તેઓ 2014માં સાંસદ બન્યા.
-7મી વખત તેઓ 2019થી સાંસદ હતા.