– બે વર્ષથી આ એકાઉન્ટ પર પ્રતિબંધ મુકાવામાં આવ્યો હતો
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફરી એકટીવ કરી દેવામાં આવ્યા છે. બે વર્ષથી ફેસબુક તથા ઈન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની ‘મેટા’ દ્વારા આ એકાઉન્ટ પર પ્રતિબંધ મુકી દેવાયો હતો. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પરાજય બાદ તા.6 જાન્યુઆરી 2021ના ટ્રમ્પના હજારો સમર્થકોએ અમેરિકી સંસદ પર જે હુમલો કર્યો હતો.
- Advertisement -
તેના કારણે ફેસબુક તથા ઈન્સ્ટાગ્રામે તેના આ એકા. પર પ્રતિબંધ મુકી તેને ‘ફ્રીઝ’ કરી દીધા હતા. અગાઉ ટ્રમ્પનું ટવીટર એકાઉન્ટ પણ આજ રીતે પ્રતિબંધીત થયું હતું પણ એલન મસ્કે ટવીટર સંભાળ્યા બાદ તેના પરનો પ્રતિબંધ દૂર કર્યો હતો. હવે ફેસબુક તથા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ એકટીવ થતા ડોનાલ્ડ ટ્રમ્પ હવે સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર ફરી એકટીવ થઈ જશે.