આબે પર કેમેરા જેવી ગનથી હુમલો
હુમલાખોરે હેન્ડમેડ ગનથી 100થી 150 મીટર દુરથી 2 વખત ફાયરિંગ કર્યું, બ્લાસ્ટ પછી ધૂમાડો થયો : સભામાં પત્રકાર તરીકે હાજર રહ્યો હતો
- Advertisement -
ઇલેક્શન કેમ્પેન દરમિયાન શિન્ઝો આબે પર પૂર્વ સૈનિકે ફાયરીંગ કર્યું, સારવાર દરમિયાન મોત
હુમલા બાદ આબેને હાર્ટ-એટેક આવ્યો હતો: પોલીસે ઘટના સ્થળેથી જ હુમલાખોરની ધરપકડ કરી લીધી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની હત્યા કરવામાં આવી છે. શુક્રવારે સવારે નારા નગરમાં તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતીય સમય અનુસાર સવારે 8 વાગ્યે (જાપાન સમય અનુસાર 11.30 વાગ્યે) આબે ભાષણ દરમિયાન સભામાં હાજર હતા. હુમલાખોરો પૈકી એકે પાછળથી ગોળીબાર કર્યો હતો. તેમને લોહીથી લથબથ હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. 6 કલાક પછી તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
હુમલા બાદ આબેના હૃદયે કામ કરવાનું બંધ કરી દીધું હતુ. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. બાકીનાં અંગો પણ કામ કરવાનું બંધ કરી દીધું હતું. મેડિકલ સ્ટાફે તેમના બચાવવા માટે ઘણા પ્રયાસો કર્યા પણ સફળતા ન મળી. આબે ભાષણ આપી રહ્યા હતા ત્યારે અચાનક ગોળીબારનો અવાજ આવ્યો અને તેઓ ઢળી પડ્યા હતા. શરૂઆતમાં તેમને છાતીમાં ગોળી મારવાના અહેવાલો આવ્યા હતા, જોકે તેમને પાછળથી બે ગોળી મારવામાં આવી હતી. તેમને સારવાર માટે નારા મેડિકલ યુનિવર્સિટી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
પોલીસે ઘટના સ્થળેથી 42 વર્ષીય હુમલાખોરની ધરપકડ કરી છે.
PM મોદીએ ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું
મારા ખાસ મિત્રોમાંના એક શિંઝો આબેના દુ:ખદ નિધન પર સ્તબ્ધ અને દુ:ખી છું. શિંઝો આબે ભારત-જાપાન સંબંધોને એક વિશેષ રણનીતિ અને વૈશ્વિક ભાગીદારીને ઉંચાઇ પર લઇ જવા માટે મોટું યોગદાન આપ્યું છે. આજે સમગ્ર ભારત જાપાનની સાથે રાષ્ટ્રીય શોકમય છે અને અમે આ દુ:ખની ઘડીમાં અમારા જાપાની ભાઇઓ અને બહેનો સાથે છીએ.
ખાસ-ખબર સંવાદદાતા
જાપાનના પૂર્વ ઙખ શિન્ઝો આબે પર કેમેરા જેવી દેખાતી હેન્ડમેડ ગનથી હુમલો કરવામાં આવ્યો હતો. ફાયરિંગ પછી બહાર આવેલા આ ફોટાથી આ બાબતનો ખુલાસો થયો છે. હુમલાખોરે ગનને એ રીતે ડિઝાઈન કરી હતી કે તે કેમેરા જેવી દેખાય. આ કારણે તેણે બ્લેક ગન પર કાળી પોલીથીન લપેટી હતી. વીડિયોમાં એ વાત સ્પષ્ટ દેખાઈ રહી છે કે હુમલાખોરે 100થી 150 મીટર દુરથી ગોળી ચલાવી રહ્યો છે. એમ કહેવાઈ રહ્યું છે કે હુમલાખોર ફોટો ખેંચવાને બહાને આબેની નજીક આવ્યો હતો. પછીથી તેણે ફાયરિંગ કર્યું હતું. આબેને પાછળથી બે ગોળી મારવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળ પરથી 42 વર્ષના હુમલાખોર યામાગામી તેત્સુયાની ધરપકડ કરી છે.
હાલ હુમલાખોરની પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછ દરમિયાન હુમલાખોરે કહ્યું કે તે શિન્ઝો આબેની નીતિથી નાખુશ હતો અને તેમને મારવા માંગતો હતો. રિપોર્ટ્સના જણાવ્યા મુજબ યામાગામી તેત્સુયા પહેલા મેરીટાઈમ સેલ્ફ ડિફેન્સ ફોર્સના મેમ્બર હતા. જોકે હજી સુધી હુમલાનું કારણ જાણી શકાયું નથી. આબે પર ફાયરિંગ કરનાર થોડીવાર સુધી ત્યાં જ ઉભો રહ્યો હતો. પછીથી તેણે ભાગવાની કોશિશ કરી હતી. હાલ હુમલાખોર પોલીસ કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. વિશ્વમાં સૌથી સખ્ત ગન લો જાપાનમાં છે. દર વર્ષે ફાયરિંગની ઘટનાઓમાં મૃત્યુ પામનારની સંખ્યા માત્ર એક આંકડામાં જ રહે છે.
કોણ છે શિન્ઝો આબે?
67 વર્ષીય શિન્ઝો લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (કઉઙ) પાર્ટી સાથે સંબંધ ધરાવે છે. આબે 2006-07 દરમિયાન વડાપ્રધાન રહ્યા હતા. ત્યાર બાદ 2012થી 2020 સુધી 8 વર્ષ સુદી તેઓ વડાપ્રધાન રહ્યા હતા. તેમના નામે સૌથી વધારે 9 વર્ષ સુધી ઙખ રહેવાનો રેકોર્ડ છે. આ પહેલા આ રેકોર્ડ તેમના કાકા ઈસાકુ સૈતોના નામે હતો. આબેને એક આક્રમક નેતા તરીકે માનવામાં આવે છે. જાપાનના પૂર્વ પીએમ શિન્ઝો આબે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ મિત્ર છે. પીએમ મોદી અને શિન્ઝો આબે ઘણા પ્રસંગોએ એકબીજાને યાદ કરી ચૂક્યા છે. ગયા વર્ષે ભારતે શિન્ઝો આબેને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.
મોદીના ખાસ મિત્ર હતાં આબે, પદ્મ ભૂષણથી સન્માન કરાયું છે
વડાપ્રધાન મોદીને શિન્ઝો આબે સાથે સારા સંબંધો હતાં. તેમની ગુજરાત અને બનારસ યાત્રા ચર્ચાસ્પદ રહી હતી. ગત વર્ષે ભારત દ્વારા આબેનું પદ્મ ભૂષણથી સન્માન કરાયું હતું. ભારતને બુલેટ ટ્રેનની ભેટ આપવામાં તેમની મહત્ત્વની ભૂમિકા હતી.