મુસ્લિમ એકતા મંચના કાર્યકરો દ્વારા પારિવારિક બાબતોમાં વિવાદ નહીં પણ સંવાદ હોવો જોઈએ તે સૂત્ર સાથે વાત વિવાદોમાં સમાધાનકારી વલણ અપનાવી એકબીજાની સુલાહ સમાધાન કરાવી સમાજને નવો રાહ ચીંધવાનો એક નવતર પ્રયોગ હાથ ધરાયો છે આ તકે મુસ્લિમ એકતા મંચ દ્વારા એક હેલ્પલાઇન નંબર 7048706500 જાહેર કરી આ બાબતે મદદની જરૂર હોય તો સંપર્ક કરવા અપીલ કરાય છે આ તકે ઇમ્તિયાઝ પઠાણ દ્વારા જણાવાયું હતું કે બે વ્યક્તિનું સમાધાન કરાવવું એ બંદગી જ છે અને ખૂબ સવાબનું કામ છે સમાજના દરેક તબક્કાના આગેવાનોને આ બાબત ને પ્રાથમિકતા આપી પોત પોતાના વિસ્તારમાં નાના મોટા વાદવિવાદો માં દરમિયાનગીરી કરી સમાધાન કરાવવા આગળ આવવું જોઈએ અને દરેક તાલુકા જિલ્લા ગામ તેમજ મહોલ્લાહો સુધી સમાધાન કમિટીની રચના કરવાની તજવીજ હાથ ધરાય છે અને દરેક તાલુકા જિલ્લા અને મહોલ્લા કક્ષાએ એક પાંચ સભ્યોની ટીમ હોવી જોઈએ કે જે બંધારણના દાયરામાં રહી એકબીજા વિવાદોમાં સમાધાન કારી વલણ અપનાવી અને બે વ્યક્તિ કે પરિવારો વચ્ચે સુલેહ કરાવી શ્રેષ્ઠ સમાજનું ઉદાહરણ પૂરું પાડે તેવું ઇમ્તિયાઝ પઠાણ ની અખબારી યાદી માં જણાવ્યું છે.
મુસ્લિમ એકતા મંચ દ્વારા સમાધાન કમિટીની રચના

Follow US
Find US on Social Medias