હસમુખ પટેલે ટ્વિટ કરીને કહ્યુ આખરી પરિણામ 15 જુલાઈ પછી અને ગ્રાઉન્ડ ટેસ્ટ ઓક્ટોબર માસ પછી જ આવશે. મોબાઈલ ફોન પર વારંવાર ફોન કરીને રજુઆત ન કરવા વિનંતી કરી
ફોરેસ્ટગાર્ડની રિવાઇઝ FAK તમામ વેલીડ ઓબ્જેક્શન રિવ્યુ કરીને સુધારવાની બાબત ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચારણામાં લેવામાં આવી હોવાનું હસમુખ પટેલે જણાવ્યું છે.. તેમણે ટવીટ કરીને આ બાબત જણાવી છે.. સાથે જ કહ્યુ છે કે આખરી પરિણામ 15 જુલાઈ પછી અને ગ્રાઉન્ડ ટેસ્ટ ઓક્ટોબર માસ પછી જ આવશે. મોબાઈલ ફોન પર વારંવાર ફોન કરીને આ અંગે રજૂઆતો ન કરવા પણ તેમણે નમ્ર વિનંતી કરી છે.
ફોરેસ્ટ ગાર્ડ બનવા માંગતા હોવ તો આટલું જાણી લેજો
- Advertisement -
ફોરેસ્ટ ગાર્ડ બનવા માટે કોઈપણ પ્રવાહમાં ધો.12 પાસ હોવું જરુરી છે. ઘણી વખત મોટા અભયારણ્યમાં પણ ફોરેસ્ટ ગાર્ડને મુકવામાં આવતા હોય છે જ્યાં તેમને સતત પેટ્રોલિંગ કરવાનું રહે છે. ફોરેસ્ટ ગાર્ડને સુરક્ષા માટે હથિયાર અને ગાડી પણ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
ધો.12ની પાસ કર્યાની સાથે વિભાગની પરિક્ષા પણ પાસ કરવાની રહે છે
ફોરેસ્ટ ગાર્ડ માટે દરેક રાજ્યો અલગથી પોતાની ભરતી બહાર પાડે છે. ગુજરાતના અને ભારતના તમામ અભયારણ્યોમાં ફોરેસ્ટ ગાર્ડ હોય છે. ભરતીમાં ધો.12ની પાસ કર્યાની સાથે વિભાગની પરિક્ષા પણ પાસ કરવાની રહે છે.
- Advertisement -
શારિરીક માપદંડો ભરતીમાં કડક હોય છે
ખાસ કરીને ફોરેસ્ટ ગાર્ડની નોકરી અઘરી અને જંગલના વિસ્તારોમાં હોવાથી શારિરીક માપદંડો ભરતીમાં કડક હોય છે. અન્ય ભરતી કરતાં ફોરેસ્ટ ગાર્ડમાં ઊંચાઈ, વજન વગેરે ખાસ મહત્ત્વ રાખે છે. લેખિત પરિક્ષા અને બાદમાં ફિઝિકલ ટેસ્ટ પાસ કર્યા બાદ જ ફોરેસ્ટ ગાર્ડ બની શકાય છે. જે ઉમેદવારોને ફોરેસ્ટ ગાર્ડની નોકરી મેળવવી હોય તેને રાજ્ય સરકાર દ્વારા નિયમિત રીતે બહાર પાડવામાં આવતી ભરતી પર નજર રાખવી. સમયાંતરે ફોરેસ્ટ ગાર્ડની ભરતી પણ સરકાર દ્વારા કરવામાં આવે જ છે.