લાકડા ભરેલા બે વાહનો કબજે કરી દંડ ફટકાર્યો
ખાસ-ખબર ન્યૂઝ ધોરાજી
ધોરાજી તાલુકાનાં છત્રાસા ગામે મહિલા આર.એફ.ઓએ ગત મોડી રાત્રે દરોડો પાડી અનઅધિકૃત રીતે લાકડા કાપતી ગેંગને પકડી પાડી કપાયેલા લાકડા ભરેલા બે વાહનો કબ્જે કરી ફોરેસ્ટ વિભાગ દંડ ફટકારવામાં આવતા ગેરકાયદેસર રીતે લાકડા કાપનારાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામેલ છે.
- Advertisement -
છત્રાસા ગામે વન વિસ્તારમાંથી બીન કાયદેસર રીતે લાકડા કપાતા હોવાની બાતમી મળતા ફોરેસ્ટ વિભાગનાં આર.એફ.ઓ નિહારીકાબેન પડીયા તેમજ ફોરેસ્ટર સબનમબેન બ્લોચ મેહુલભાઈ મકવાણા અને વનાભાઈ સુણા સહિતે મોડી રાત્રે છત્રાસા ગામની સીમમાં દરોડા પાડયો હતો એક રીક્ષા અને અન્ય એક બોલેરોમાં બાવળનાં લાકડા ભરીને જતા બે વાહનો સાથે બે શખ્સોને પકડી પાડી વન અધિનિયમ 1927 મુજબ કાર્યવાહી કરવામાં આવેલ હતી. આ દરોડામાં બોલેરો અને રીક્ષાને કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ રેડથી બીન કાયદેસર લાકડા કાપવાવાળાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.