બિનવારસી કારમાં તપાસ કરતા 66412/- રૂપિયાનો દારૂ હાથ લાગ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
સુરેન્દ્રનગર જિલ્લા એલ.સી.બી ટીમના પીઆઇ જે.જેજાદેજા, પી.એસ.આઇ એન.એ.રાયમા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે કાંતિ કોટન મિલ નજીક ખુલ્લા પ્લોટમાં એક ઇકો કાર જીજે 01 એચ ઝેડ 8475 નંબર વાળી નજરે પડતાં બિન વારસી કારની અંદર તપાસ કરતા અંદરથી જુદા જુદા બ્રાન્ડના વિદેશી દારૂની 44 નંગ બોટલ કિંમત 66412/- રૂપિયાની મળી આવી હતી જ્યારે પોલીસે કાર કિંમત બે લાખ અને વિદેશી દારૂ સહિત કુલ 2.66 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત જપ્ત કરી કારના માલિક વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.



