સુરત, કામરેજ તેમજ ઉપલેટામાં ધોધમાર વરસાદ વરસ્યો, અનેક જગ્યાએ પાણી ભરાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્યમાં ગઈકાલે બુધવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ વિરામ લીધો હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. જ્યારે આજે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો હતો. સુરત શહેર તેમજ કામરેજ અને રાજકોટના ઉપલેટામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જેથી રોડ-રસ્તા સહિત અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આજદિન સુધીમાં રાજ્યમાં સીઝનના સરેરાશ વરસાદના 25 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 50 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક ભાગમાં ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત અમદાવાદ શહેર માટે પણ આજે વરસાદની શકયતા છે. તેમજ રાજ્યના દક્ષિણ ભાગમાં અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
આજે રાજ્યના વિવિધ ભાગોમાં અતિભારે વરસાદની આગાહી છે. જેમાં નર્મદા, સુરત, તાપી, ડાંગ, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ દાદરા અને નગર હવેલીમાં અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબીમાં ભારે વરસાદની શકયતા છે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી આગામી પાંચ દિવસ માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે જેમાં 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે આ પવન 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. તેથી સાવચેતીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
- Advertisement -
હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસને લઈને ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં ક્યાંક છુટોછવાયા વરસાદી ઝાપટાં તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છેલ્લા કેટલાક દિવસથી હવામાન વિભાગ દ્વારા આગાહી તો કરવામાં આવે છે પરંતુ વરસાદ વરસતો નથી ત્યારે ગઈકાલે પણ હવામાન વિભાગે અમદાવાદ શહેર માટે ભારે વરસાદની આગાહી કરી હતી તેમ છતાં સમગ્ર અમદાવાદ જિલ્લામાં ક્યાય પણ વરસાદ વરસ્યો હતો તેનું કારણ જણાવતા હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વરસાદ લાવતી જે સિસ્ટમ છે એટલે કે અરબ સાગર તરફથી આવતી અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને બંગાળની ખાડી પરથી આવતી સિસ્ટમ નબળી પડી જતા વરસાદ વરસ્યો ન હતો મહત્વનું છે કે, બંગાળની ખાડી પર જે સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે પૂર્વ ભાગમાં આવેલી બંગાળની ખાડીથી ગુજરાત સુધી આવતા સુધીમાં નબળી પડી ગઈ હતી જેને કારણે વરસાદ વરસી રહ્યો નથી.
10 તાલુકામાં સૌથી વધુ વરસાદ
જિલ્લા તાલુકા વરસાદ(મી) સુરત કામરેજ 81
રાજકોટ ઉપલેટા 57
સુરત સુરત શહેર 46
નવસારી જલાલપોર 35
નવસારી નવસારી 27
વલસાડ વાપી 22
સુરત ચોરાસી 15
ભરૂચ ઝગડિયા 14
વલસાડ ઉમ્બરગાંવ 14
રાજકોટ ધોરાજી 10