ભારતીય મહિલાઓ રોશની નાદર, સોમા મંડલ, કિરણ મજુમદાર શો 100 શક્તિશાળી મહિલાઓની લિસ્ટમાં સામેલ
ખાસ-ખબર સંવાદદાતા
ફોર્બ્સએ વિશ્ર્વની સૌથી પાવરફુલ મહિલાઓની યાદી જાહેર કરી છે. આમાં ભારતના નાણામંત્રી નિર્મલા સિતારમણ પણ સામેલ છે. આ સાથે જ અન્ય ત્રણ ભારતીય મહિલાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે, જેમણે બિઝનેસ સેક્ટરમાં અલગ સિદ્ધિઓ મેળવી છે.
ફોબ્સની વિશ્ર્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સ્થાન મેળવનાર નિર્મલા સિતારમણ 32માં ક્રમે છે.
નિર્મલા સિતારમણ મે 2019માં ભારતના પ્રથમ પૂર્ણકાલિક નાણામંત્રી બન્યા અને તેઓ કોર્પોરેટ બાબતોના મંત્રાલયની જવાબદારી પણ સંભાળી રહ્યા છે. નાણામંત્રીની સાથે આ યાદીમાં અન્ય ત્રણ ભારતીય મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં ઇંઈક કોર્પના ઈઊઘ રોશની નાદર મલ્હોત્રા, સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરપર્સન સોમા મંડલ અને બાયોકોનના સ્થાપક કિરણ મઝુમદાર શો પણ સામેલ છે.
નાણામંત્રી નિર્મલા સિતારમણની સાથે જ સૌથી પાવરફુલ મહિલાઓમાં સામેલ રોશની નાદર મલ્હોત્રા ઇંઈકના સ્થાપક અને ઉદ્યોગપતિ શિવ નાદરના પુત્રી છે. ફોબ્સ અનુસાર, ઇંઈક ટેક્નોલોજીસના ઈઊઘ તરીકે તેઓ કંપનીના તમામ નાના-મોટા નિર્ણયોની જવાબદારી સંભાળી રહ્યા છે. તેમણે જુલાઈ 2020માં તેમના પિતા બાદ આ જવાબદારી સંભાળી હતી.
સોમા મંડલ સરકારી માલિકીની સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (જઅઈંક)ના પ્રથમ મહિલા અધ્યક્ષ છે. તેમને આ જવાબદારી વર્ષ 2021માં આપવામાં આવી હતી અને ખાસ વાત એ છે કે સોમા મંડલના નેતૃત્વમાં જઅઈંક સતત સારું પ્રદર્શન કરી રહી છે અને તેમની લીડરશિપના પહેલા વર્ષમાં કંપનીના ત્રણ ગણો ઉછાળો આવ્યો હતો.
ફોબ્સની યાદીમાં સામેલ કિરણ મઝુમદાર-શો ભારતની સૌથી ધનિક સેલ્ફ-મેડ મહિલાઓ (જયહર ખફમય છશભવયતિં ઠજ્ઞળયક્ષત)માંથી એક છે. બાયોફાર્માસ્યુટિકલ ફર્મ બાયોકોનની સ્થાપના તેમના દ્વારા વર્ષ 1978માં કરવામાં આવી હતી.
વિશ્ર્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં લિસ્ટમાં ટોપ પર છે યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન, બીજા ક્રમે યુરોપિયન સેન્ટ્રલ બેંકના પ્રમુખ ક્રિસ્ટીન લગારેડ, ત્રીજા ક્રમે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, ચોથા ક્રમે ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, પાંચમા ક્રમે અમેરિકી ગાયક ટેલર સ્વિફ્ટ. નિર્મલા સિતારામન 32માં ક્રમે, રોશની નાદર 60માં ક્રમે, સોમા મંડલ 70 માં ક્રમે, કિરણ મજુમદાર શો 76 માં ક્રમે છે. બાંગ્લાદેશ વડાપ્રધાન શેખ હસીના 46 માં ક્રમે છે, મેલિંડાં ગેટ્સ 10માં ક્રમે છે.
ફોર્બ્સે જાહેર કરી સૌથી પાવરફુલ મહિલાઓની યાદી, નાણામંત્રી નિર્મલા સિતારમણ સહિત 4 ભારતીય સામેલ
