ગઈકાલે વરસાદના કારણે મેચ કેન્સલ થયા બાદ આજે (29 મે) ચેન્નાઈ સુપર કિંગ્સ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સનો સામનો કરશે. આઈપીએલના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ ફાઈનલ મેચ રિઝર્વ ડે પર ગઈ હોય. છેલ્લી 15 સિઝનમાં રમાયેલી ફાઈનલ મેચો નિર્ધારિત દિવસે જ પૂર્ણ થઈ હતી.
IPL 2023ની ફાઈનલ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ગઈકાલે (રવિવારે) અમદાવાદમાં રમાવાની હતી, પરંતુ ભારે વરસાદને કારણે મેચને રદ કરી દેવામાં આવી હતી. જેના કારણે ક્રિકેટ લવર્સમાં ભારે નિરાશા જોવા મળી હતી. જે બાદ આ ફાઈનલ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આજે સાંજે 7.30 કલાકે પાંચ વખતની વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગઈવખતની ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સની ટક્કર થશે. હવે ફેન્સને એવી આશા રાખશે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી મેચ કોઈપણ અવરોધ વિધ્ન વિના પૂર્ણ થાય.
- Advertisement -
પહેલીવાર IPLની કોઈ ફાઈનલ મેચને કરાઈ કેન્સલ
IPLના 15 વર્ષના ઈતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે કે જ્યારે કોઈ ફાઈનલ મેચ રિઝર્વ-ડેમાં ગઈ હોય. આઈપીએલની છેલ્લી 15 સિઝનમાં જે ફાઈનલ મેચ રમાઈ હતી, તે નિર્ધારિત દિવસે જ સંપન્ન થઈ હતી અને તમામ મેચોમાં વરસાદ કે અન્ય કારણસર કોઈ અડચણો ઓવી ન હતી. આજે રિઝર્વ-ડેમાં આ ફાઈનલ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસનો સમય સાંજે 7 વાગ્યાનો જ રહેશે. જો રિઝર્વ-ડેમાં એક પણ કોઈ વિધ્ન આવશે તો ગુજરાત ટાઇટન્સની ટીમ ચેમ્પિયન બની જશે, કારણ કે તે પોઇન્ટ ટેબલમાં ટોચ પર છે.
🚨 NEWS 🚨#TATAIPL 2023 Final rescheduled To Monday, May 29th at 7:30PM IST.
Details 🔽 #Final | #CSKvGT https://t.co/yoiO1s94TH pic.twitter.com/L57Zj4rQrF
- Advertisement -
— IndianPremierLeague (@IPL) May 28, 2023
દરેકની નજર CSK ઉપર
તમને જણાવી દઈએ કે, ગુજરાત ટાઇટન્સે ક્વોલિફાયર-2 મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 62 રને હરાવીને ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. તો CSKએ ક્વોલિફાયર-1માં ગુજરાત ટાઇટન્સને 15 રનથી હરાવીને ટાઇટલ મેચમાં પ્રવેશ કર્યો હતો. ફાઈનલ મેચમાં તમામની નજર એમએસ ધોનીની કેપ્ટનશીપવાળી CSK પર રહેશે. થોડા દિવસોમાં 42 વર્ષના થવા જઈ રહેલા ધોની કદાચ છેલ્લી વખત પીળી જર્સીમાં જોવા મળશે. એમએસ ધોનીએ ક્વોલિફાયર-1 પછી કહ્યું હતું કે તેઓ આગામી આઈપીએલ સીઝન વિશે અત્યારે કંઈ કહી શકે નહીં કારણ કે તેના વિશે વિચારવા માટે 8-9 મહિનાનો સમય છે.
વર્તમાન સિઝનમાં શુભમન ગિલ ફૂલ ફોર્મમાં
આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સૌથી મોટો પડકાર શુભમન ગિલને રોકવાનો હશે. વર્તમાન સિઝનમાં ગિલે 16 મેચમાં 60.78ની એવરેજથી 851 રન બનાવ્યા છે, જેમાં ત્રણ સદી સામેલ છે. ગિલ ઉપરાંત હાર્દિક પંડ્યાએ 325 રન બનાવીને પોતાની ટીમ માટે ઉપયોગી યોગદાન આપ્યું છે. ગુજરાતની બોલિંગની વાત કરીએ તો મોહમ્મદ શમી (28 વિકેટ), રાશિદ ખાન (27 વિકેટ) અને મોહિત શર્મા (24 વિકેટ) એ મળીને 79 વિકેટ ઝડપી છે.