પોતાના તમામ કર્મચારીઓને આપ્યું પરિવારનું બિરૂદ; કર્મચારીઓ
માટે અનોખી લોયલ્ટી યોજના
કર્મચારીઓને મળશે લોયલ્ટી ગોલ્ડન કાર્ડ; લોયલ્ટી ગોલ્ડન કાર્ડધારકને મળશે અસંખ્ય લાભ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.3
ગુજરાતી મીડિયામાં ગુજરાત ફર્સ્ટ હંમેશા પાથબ્રેકિંગ નિર્ણયો લેવા માટે જાણીતું છે. ગુજરાત ફર્સ્ટે હવે મીડિયા ઈન્ડસ્ટ્રીમાં ક્યારેય ન બન્યું હોય તેવું અભૂતપૂર્વ કદમ ઉઠાવ્યું છે. ગુજરાત ફર્સ્ટે પોતાના તમામ કર્મચારીઓને પરિવારનું બિરૂદ આપ્યું છે. ગુજરાત ફર્સ્ટે પોતાના તમામ કર્મચારી માટે લોયલ્ટી ગોલ્ડન કાર્ડ યોજનાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત કર્મચારીઓને દર વર્ષે નિશ્ચિત ઈન્ક્રીમેન્ટ તો અપાશે જ તે ઉપરાંત કાર્ડધારક કર્મચારીને વર્ષે સેલરીના 100 ટકા સુધીનું બોનસ આપવામાં આવશે.
આ ઉપરાંત ઈમરજન્સી સંજોગોમાં કર્મચારીઓને વ્યાજે નાણાં ન લેવા પડે તે માટે 50 હજારની ઈન્સ્ટન્ટ લોન કોઈપણ વ્યાજ વિના આપવામાં આવશે. સામાન્યત: કર્મચારીઓને અપાતા હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રિમિયમ તેમની સેલેરીમાંથી કપાતું હોય છે પરંતુ ગુજરાત ફર્સ્ટના દરેક કર્મચારીને અને તેના પરિવારને 2 લાખ સુધીનો હેલ્થ ઈન્સ્યોરન્સ કોઈપણ શુલ્ક વિના આપવામાં આવશે.
- Advertisement -
ઉપરાંત અનિવાર્ય સંજોગોમાં કાર્ડધારક કર્મચારીને 15 દિવસની વધારાની એડવાન્સ લીવનો લાભ પણ આપવામાં આવશે. કોઈપણ કર્મચારીનું ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ થાય તો પરિવારના ખાતામાં સીધા 5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાની જોગવાઇ પણ આ યોજના અંતર્ગત કરાઇ છે. આ યોજનાના આકર્ષણનું વધુ એક પાસું એ છે કે વિશેષ કાર્ય કરનારા કર્મચારીઓને ક્રેડિટ પોઈન્ટ્સના આધારે 1 લાખ રૂપિયાના કેશ રિવોર્ડ્ઝ પણ આપવામાં આવશે.