5 અને 6 એપ્રિલ બે દિવસ ભરતદાન ગઢવીના કંઠે માતાજીની આરાધના કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આપણે ત્યાં હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ છે. નવરાત્રીમાં દુર્ગા પૂજાનું અનોખું મહત્વ રહેલું છે. ત્યારે રાજકોટના આંગણે જગદંબાની અરજ સાથે ચરજ અને મંડળી ગરબાની રમઝટ બોલશે. આગામી 5 અને 6 એપ્રિલે જાણીતા લોકગાયક ભરતદાન ગઢવીના કંઠે ગરબા સાથે માતાજીના ચરણોમાં પરંપરા વર્તુળ બનશે. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો ઉમટશે. રાજકોટ ખાતે પહેલીવાર ચૈત્રી નવરાત્રીના મંડળી ગરબાના આયોજન કરવામાં આવ્યું છે. આ પર્વ એ આપણી વિસરાતી લોકસંગીતને ઉજાગર કરવાની સાથે ગરબામાં યોગદાન આપનાર અને કવિને યાદ કરવા માટે એક વિશેષ અવસર છે. ત્યારે ભક્તિ સાથે શક્તિની આરાધના થઈ શકે તે હેતુથી “ચૈત્રી મંડળી ગરબા” આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 5 અને 6 એપ્રિલે આ બે દિવસીય મંડળી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -
રાજકોટના કટારિયા ચોક નજીક નવા 150 ફૂટ રીંગ રોડ પર આવેલ ધ સેક્ધડ વાઈફ રેસ્ટ્રો એન્ડ કાફે ખાતે રાત્રે આ ભક્તિમય મંડળી ગરબા યોજાશે. જેમાં ગુજરાતના જાણીતા લોક ગાયક ભરતદાન ગઢવી અને તેમની ટીમ રાસ ગરબાની રમઝટ બોલાવશે. જોકે આ ગરબા સંસ્કૃતિ સાથે જોડાયેલા હશે. ત્યારે આ અનોખા અવસરે જગદંબાની ભક્તિ કરવા અને મંડળી ગરબા રમવા સૌરાષ્ટ્રભરમાંથી લોકો ઉમટી પડશે. રાજકોટમાં યોજાવા જઈ રહેલા આ પ્રથમ ચૈત્રી નવરાત્રિ મહોત્સવના પાસ હાલ બજ્ઞજ્ઞસ ળુ તવજ્ઞૂ પર મળી રહ્યાં છે. સાથે જ રૂબરુ પણ પાસ મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે 97128 21121, 99787 76678 નંબર પર સંપર્ક કરી લોકો પાસ મેળવી શકે છે. ત્યારે હાલ તો પરંપરાને જીવંત રાખવા તેમજ સંસ્કૃતિના વધામણા કરવા સૌ કોઈ આતુર છે. બીજી તરફ આયોજકો હાલ અંતિમ તબક્કાની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યાં છે.