જૂનાગઢ પોલીસના નવતર અભિગમ સાથે સર્વેલન્સ
એસપી હર્ષદ મેહતાએ પેરા ગ્લાઈડિંગ કરીને પરિક્રમાનો તાગ મેળવ્યો
- Advertisement -
પોલીસ તંત્રની કામગીરી જોઈ પરિક્રમાર્થીઓમાં અનેરી ખુશી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમામાં પ્રતિ વર્ષ ભાવિકોનો ઘસારો વધતો જાય છે ત્યારે પોલીસની જવાદારી પણ વધતી જાય છે ત્યારે ગિરનારની લીલી પરિક્રમામાં એસપી હર્ષદ મેહતા દ્વારા પ્રથમ વખત પેરા ગ્લાઈડિંગથી સર્વેલન્સ કરવાનો નવતર અભિગમ જોવા મળ્યો હતો લાખોની સંખ્યામાં આવતા ભાવિકોની સુખાકારી માટે પેરા ગ્લાઈડિંગ કરીને પરિક્રમાના રૂટ તેમજ ભવનાથ તળેટી વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું.
ગિરનાર લીલી પરિક્રમામાં 10 લાખ ભાવિકો ઉમટી પડે છે ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા પરિક્રમામાં નવતર અભિગમ આપનાવ્યો હતો અને તેમને જણાવતા કહ્યુ હતુ કે, પોલીસ બંદોબસ્ત ચાલી રહ્યો છે ત્યારે ભુતકાળના અનુભવોને અનુભવોના આધારે તાત્કાલી સર્વેલન્સ કરવાની જરૂર પડે ત્યારે પરિક્રમામાં વાહન વ્યવહાર કે, કોમ્યુનિકેશન કરવાની જરૂર પડે ત્યારે પેરામોર્ટસનો સર્વેલન્સ કરવામાં આવ્યો છે. આ પેરામોર્ટસ એક સ્પોર્ટસ એડવેન્ચર્સ સાથે જોડાયેલ છે. ત્યારે આ પેરામોર્ટસ દ્વારા એક અધિકારી સાથે પાઇલોટ સર્વેલન્સ કરી શકે તેવી સુવિધા તેમા ઉપલબ્ધ છે. જે અધિકારી પેરા ગ્લાઇડીંગ કરે છે તેની પાસે વાયરલેશ સેટ તેમજ પીટીઝેડ કેમેરા સાથે 36 વ્યુહ સાથે સર્વેલન્સ કરી શકાય છે. તેમજ તેનો વ્યુહ નીચે પણ જોઇ શકાય છે. તેની સાથે મોબાઇલ દ્રારા પણ કોમ્યુનિકેશન થઇ શકે છે.
જયારે વધુમાં જણાવ્યુ હતુ કે, ભુતકાળના અભુવોને ઘ્યાને રાખીને પરિક્રમામાં કોઇપણ જગ્યાએ ભારે ભીડ એકત્ર થઇ હોય ત્યારે પોલીસ સ્થળ પર જવામાં થોડી મુશ્કેલીઓ થતી હોય છે ત્યારે એવા સંજોગોમાં પેરા મોટર્સથી તે જગ્યાનું પરફેકટ નિરીક્ષણ થઇ શકે છે અને વાસ્તવીક રીતે ત્યાં શું થયુ છે તે ઘટનાનો તાગ મેળવી શકાય છે.
જયારે આ પેરા ગ્લાઇડીંગનો ઉપયોગ સ્પોર્ટસ સાથે એડવેન્ચરમાં પણ ઉપયોગ થાય છે તેની સાથે વિશ્ર્વના અનેક દેશોમાં સિકયોરીટીની દ્રસ્ટીએ એ પણ તેનો ઉપયોગ થાય છે અને લોકલ સર્વેલન્સ તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. જૂનાગઢ પરિક્રમામાં સૌ પ્રથમવાર પેરામોટર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જયારે ઇમરજન્સીમાં કોઇ પણ જગ્યાએ જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ ખુબ સફળ નિવડે છે. ત્યારે પરિક્રમા રૂટ નેશનલ પાર્કની અંદર આવે છે તેના લીધે વન વિભાગની ગાઇડલાઇન મુજબ પેરા મોટર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારે પરિક્રમામાં સર્વેલન્સ માટે પેરા ગ્લાઇડરનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
જયારે ભૂતકાળમાં ભાવિકોની ભીડ ખૂબ ઉમટી પડી હતી ત્યારે પોલીસને ત્યાં પહોંચવામાં ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હતો જે ભૂતકાળના અનુભવોને ઘ્યાને રાખીને આ વર્ષે પ્રથમ વખત પેરા મોર્ટસ દ્વારા સર્વેલન્સ કરવાનો પ્રયોગ કરવામાં આવ્યો છે.