બિપોરજોય વાવાઝોડાં વખતે જે ધ્વજાજી શિખર પર ચઢાવવાનું શક્ય નહોતું બન્યું તે ધ્વજાજીને હાલ પૂરતી છઠ્ઠી ઘ્વજાજી તરીકેની મંજૂરી મળી
ખાસ-ખબર સંવાદદાતા
બિપોરજોય વાવાઝોડાને લઈ દ્વારકામાં ત્રણ દિવસ સુધી ધજા બદલાઈ ન હોતી ત્યારે ત્રણ દિવસથી 52 ગજની ધજા ચઢાવવામાં આવી ન હોય વાવાઝોડાને લઈને 15 ધજાઓ પેન્ડિંગ રાખવામા આવી હતી. આ ધ્વજાજીને હાલ પૂરતી છઠ્ઠી ઘ્વજાજી તરીકેની મંજુરી મળી છે. કક સાથે જ ઈતિહાસમાં પ્રથમ વખત ભગવાન શ્રીદ્વારકાધીશને આજે છ ધ્વજા ચઢાવવામાં આવશે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, દ્વારકાનો દરિયો બિપોરજોય વાવાઝોડાને કારણે તોફાની બન્યો હતો. ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું હતું કે, સતત ત્રણ દિવસ જગત મંદિરને ધજા ચઢી ન હોતી. એટલે કે 52 ગજની 15 ધજા પેન્ડિગ રાખવામાં આવી હતી. જેમાંથી એક ધજાને આજે મંજૂરી મળી છે.
ઈતિહાસમાં પ્રથમ વખત ભગવાન શ્રી દ્વારકાધીશને આજે છ ધ્વજાજી ચઢશે. બિપોરજોય વાવાઝોડાં વખતે જે ધ્વજાજી શિખર પર ચઢાવવાનું શક્ય નહોતું બન્યું તે ધ્વજાજીને હાલ પૂરતી છઠ્ઠી ઘ્વજાજી તરીકેની મંજુરી મળી છે. શ્રી દ્વારકાધીશ ભગવાનના લાખો ભક્તોમાં આ પ્રથા કાયમી થાય એવી માંગણી સાથે આશા જાગી છે.