પંજાબ હાઈકોર્ટે જામીન અંગેનો વૈશ્ર્વિક તારણો ચકાસવા આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ આધારીત ચેટબોટનો ઉપયોગ કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
ટેકનોલોજી ક્ષેત્રે વધતાં સંશોધનોનો લાભ સામાન્ય માણસથી લઈને અદાલતોને થઈ રહ્યો છે.ભારતીય અદાલતોનાં ઈતિહાસમાં કદાચ સૌ પ્રથમ નોંધાયેલા કિસ્સામાં પંજાબ અને હરીયાણા હાઈકોર્ટે એક કેસમાં હાલમાં બહુચર્ચીત એવી ચેટજીપીટીની મદદ લીધી હતી.હત્યાના એક કેસમાં જામીન અરજીની સુનાવણી દરમ્યાન અત્યાચાર અને ક્રુરતા અંગે વૈશ્વિક મંતવ્યોની સમીક્ષા માટે વડી અદાલતે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ (એઆઈ) આધારીત ચેટજીપીટી ચેટબોટની મદદ લીધી હતી. જસ્ટીસ અનુપ ચિત્કારાએ જોકે તેમના આદેશમાં સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, ચેટજીપીટીનો સંદર્ભ અથવા આ મામલે કરાયેલુ હોઈ કોઈપણ નિરિક્ષણ કેસના ગુણદોષ અંગે મંતવ્ય રજુ કરતું નથી આ સંદર્ભ લેવાનો આશય, ક્રુરતાના કેસમાં જામીન અંગે કાયદાકીય પરિભાષામાં નિર્દિષ્ટ વ્યાપક ચિત્રને રજુ કરવા માત્રનો છે. અરજદારની જામીન અરજી ફગાવતા અદાલતે જણાવ્યું હતું કે મૃત્યુ માટે કારણ બનવુ એ તો ક્રુરતા જ છે પરંતુ ક્રુરતાને કારણે મોત થયુ હોય તો તે વધુ ગંભીર બાબત છે.
જયારે ગુનો અત્યંત ધૃણાસ્પદ હોય અને અપરાધ ક્રુર હોય તેવા કેસોમાં જામીન આપવી કે તેનો ઈન્કાર કરવો તે નકકી કરવામાં ક્રુરતા મહત્વનું પરિબળ બની જાય છે. કોઈ વ્યકિતને ક્રુરતાપૂર્વક રહેંસી નંખાયો હોય તેવા કેસમાં જામીન અંગે કાયદાશાસ્ત્રની પરિભાષામાં શું જોગવાઈઓ છે તેવો પ્રશ્ર્ન અદાલતે ચેટજીપીટીને પૂછયો હતો પંજાબનાં એક વ્યકિત અને તેના સહયોગી વિરૂદ્ધ હત્યાના કેસમાં થયેલી ફરીયાદનાં કેસમાં અદાલતે ઉપરોકત નિરિક્ષણ કર્યુ હતું.
ઈતિહાસમાં પ્રથમવાર અદાલતે ચેટજીપીટીથી કાનુની સલાહ મેળવી
