ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમામાં સૌના સહયોગથી ભાવિકો માટે સવલતો ઊભી થઈ રહી છે. જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસો થી પ્રથમ વખત પરિક્રમાના જંગલના માર્ગે 40 હંગામી ટોઇલેટ બ્લોક જોવા મળશે.
આ વખતે પરિક્રમાના આયોજનમાં પહેલેથી જ હેલ્થ -સેનિટેશન પર અગ્રતા આપવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સ્વેચ્છિક સંસ્થાઓને સાથે રાખીને કેટલીક સેવાકીય પ્રવૃત્તિ પણ હાથ ધરવામાં આવી છે.
જે અંતર્ગત લક્ષ્ય ફાઉન્ડેશન દ્વારા જીણાબાવાની મઢી પાસે 20 અને 20 ટોયલેટ બ્લોક બોરદેવી પાસે ઊભા કરવામાં આવ્યા છે. આ પ્રકારનું પરિક્રમામાં પ્રથમ વખત આયોજન છે જેને ભાવિકોએ આવકારેલ છે.
ગિરનાર પરિક્રમામાં પ્રથમ વખત 40 ટોયલેટ બ્લોક સંસ્થાના સહયોગથી બનાવ્યા
