યુરોપીય સંઘમાં 158000 ગાડીઓનું વેચાણ થયું
ખાસ-ખબર સંવાદદાતા
ડીઝલ અને પેટ્રોલના સ્થાને છેલ્લા કેટલાક સમયથી કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે બેટરી સંચાલિત ઇલેકટ્રિક વાહનોનું વેચાણ વધતું જાય છે. ગત મહિને યુરોપમાં પરંપરાગત ડિઝલ પેટ્રોલ ફયૂઅલ કરતા ઇલેકટ્કિ વાહનોનું વધારે વેચાણ થયું છે. યુરોપીય ઓટો મોબાઇલ મેન્યુફેકચર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર ઇલેકટ્કિ કારના વેચાણમાં બજારની ભાગીદારી 15.1 ટકા વધી છે. આ ગાળા દરમિયાન યુરોપીય સંઘમાં 158000 ગાડીઓનું વેચાણ થયું.
- Advertisement -
જર્મની,ફ્રાંસ અને નેધરલેન્ડના મુખ્ય ઇવી બજારોમાં ગાડીઓનું વેચાણ 50 ટકા કરતા પણ વધારે વધ્યું છે. ઓટોમોબાઇલ એસોસિએશનના આંકડા અનુસાર પ્રથમ 6 મહિનામાં 5.4 મિલિયન નવી ઇલેકટ્રિક કારનું વેચાણ થયું છે. યુરોપની મોટા ભાગની કાર વેચાણ કરતી કંપનીઓ ઇલેકટ્રીક કારના વેચાણ પર ભાર મુકી રહી છે, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા જાય છે ત્યારે ઇવી વાહનો માટેના ચાર્જિગ સ્ટેશનો સ્થપાઇ રહયા છે. જો કે હજુ પણ ઇવીની સરખામણીમાં પેટ્રોલ કારની વેચાણ ભાગીદારી 36.6 ટકા સાથે ટોચ પર છે જયારે હાઇબ્રિડ ઇલેકટ્રીક વાહનો 24.3 ટકા સાથે બીજા સ્થાને છે.