ઋષિ શુનકની રૂઢિચૂસ્ત પાર્ટીએ વસાહતીઓ અંગે નિયમો કડક બનાવ્યા હોવાથી વિવિધ દેશોના વિસ્થાપિત વસાહતીઓ વિરુદ્ધ થઈ ગયા
બ્રિટનમાં આજે ૪થી જુલાઈએ યોજાનારી ચૂંટણી અંગે વિદેશોમાંથી બ્રિટનમાં આવીને વસેલા વસાહતીઓ અત્યંત ઉત્તેજિત થઈ ગયા છે. તે પૈકીના એક પ્રથેશ પૌલરાજે અને તેમના સાથીઓએ ઋષિ શુનકની પાર્ટી કોન્ઝર્વેટિવ પાર્ટી (રૂઢીચૂસ્ત પાર્ટી) વિરૂધ્ધ મત આપવા નિર્ણય કર્યો છે. તેઓ વિપક્ષ લેબર પાર્ટીને મત આપશે તેમ સ્પષ્ટ થઈ રહ્યું છે. જેથી છેલ્લા ૧૪ વર્ષથી બ્રિટન પર સત્તા ભોગવતી કોન્ઝર્વેટિવ પાર્ટી સત્તા સ્થાનેથી દૂર થઇ તેના સ્થાને લેબર પાર્ટી બ્રિટનની ધૂરા સંભાળી લે તેવી શક્યતા સ્પષ્ટ થઈ રહી છે. આ ચૂંટણીમાં લેબર પાર્ટીને જબરજસ્ત સમર્થન મળવા સંભવ છે.
- Advertisement -
ભારતમાંથી બ્રિટનમાં જઈ વસેલા ૨૭ વર્ષના પ્રથેશે કહ્યું હતું કે, હું મારા દેશમાં (ભારતમાં) તો મતદાન કરી નથી શકતો પરંતુ અહીં તો જરૂર મતદાન કરીશ. જો કે, ભારતમાં વિદેશીઓને મતદાનનો અધિકાર નથી. હું અહીં સ્ટુડન્ટ વીસા પર આવ્યો છું છતાં મને મતાધિકાર મળ્યો છે. ૩૩ વર્ષના તેહબેન સુન મલયેશિયામાંથી બ્રિટનમાં આવી વસ્યા છે. તેઓ કહે છે મને તો બંને પક્ષોમાં ખાસ તફાવત લાગતો નથી. પરંતુ હું તે પાર્ટીને મત આપવાની છું કે જે વસાહતીઓને આવકારવા તૈયાર છે.
વસાહતીઓનો મુદ્દો બ્રિટનમાં આ વખતે મુખ્ય ચૂંટણી મુદ્દો બની રહ્યો છે. રૂઢીચૂસ્ત પાર્ટી કહે છે કે, જો તે વિજયી થશે તો વસાહતીઓનાં પ્રમાણ ઉપર મર્યાદા મુકશે.
મુખ્ય વાત તે છે કે વસાહતીઓ અંગે મૂળ બ્રિટિશર્સ પણ વિરોધી વલણ રાખે છે. કારણ કે, વસાહતીઓ તેમની સાથે ઘણીવાર એક-યા-બીજું દર્દ લાવી તેનો ચેપ બ્રિટનમાં ફેલાવે છે તેથી બ્રિટિશર્સ વસાહતીની વિરૂધ્ધ થઈ ગયા છે.
- Advertisement -
છેલ્લે મધ્ય આફ્રિકાના રવાન્ડા દેશમાંથી આવનારા શરણાર્થીઓને ઋષિ શુનકે પાછા તેમના દેશ મોકલી દીધા હતા. તેને ભારત, મલાયેશિયા, નાઇજીરિયા જેવા મૂળ બ્રિટિશ સામ્રાજ્ય નીચે રહેલા દેશોમાંથી આવતા નાગરિકો અસહાય સ્થિતિમાં મુકાઇ ગયા છે.