નરસિંહ મહેતા યુનિ.ના 25 સંશોધન કર્તાઓએ બે દિવસ જેહમત ઉઠાવી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાની પહેલથી મહાશિવરાત્રીના મેળા પર પ્રથમ વાર રિસર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. આ મહાશિવરાત્રીના મેળા પરના સાયન્ટિફિક અભ્યાસને શ્રદ્ધાળુઓએ પણ આવકારદાયક ગણાવ્યો હતો.
- Advertisement -
આ સંશોધન કાર્ય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના 25 જેટલા સંશોધક વિદ્યાર્થીઓ જોડાયા હતા. તેમણે સતત બે દિવસ સુધી મહાશિવરાત્રીના મેળાના જુદા-જુદા સ્ટેક હોલ્ડર પાસે પ્રશ્નાવલીના માધ્યમથી પ્રતિભાવો મેળવ્યા છે. આ સંશોધક વિદ્યાર્થીઓ અંદાજે 2000 જેટલા લોકો પાસેથી 40 પ્રશ્નોનો ઉત્તર મેળવ્યા છે. આ સાથે વિદ્યાર્થીઓએ પણ આ મહાશિવરાત્રીના મેળા પરના અભ્યાસ કાર્યમાં જોડાવાનો આનંદ વ્યક્ત કર્યો હતો અને એક સંશોધન ક્ષેત્રમાં એક નવીન અનુભવ પ્રાપ્ત થયો હોવાનું જણાવ્યું હતું.મહાશિવરાત્રીના મેળામાં છેલ્લા 7-8 વર્ષથી પધારતા ભાવિન વારીયા જણાવે છે કે, ભવિષ્યમાં મહાશિવરાત્રીના મેળાની વ્યવસ્થાઓને વધુ બહેતર બનાવવા માટે વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરાવવાની પહેલ ખૂબ આવકારદાયક છે. આ રિસર્ચથી શ્રદ્ધાળુઓ અને વેપારીઓ માટે ખૂબ સારી વ્યવસ્થા કરવામાં મદદ મળશે. અહીં આ સંશોધન કરતા વિદ્યાર્થીઓને મેં મારા પ્રતિભાવો આપ્યાં છે. તેનો પણ આનંદ વ્યક્ત કર્યો હતો.



