મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને પહેલી મળેલી બેઠક કેન્દ્રીય મંત્રી જોડાયા
ખાસ-ખબર સંવાદદાતા
વર્ષ 20236માં ઓલિમ્પિક ગેમ્સના આયોજન અને અમલ માટે ગુજરાત સરકારે ‘સ્પેશિયલ પર્પઝ વ્હીકલ અર્થાત જઙટ’ની સ્થાપના કરી છે. જેની જાહેરાત ગુરૂવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર અને રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવી અને સેક્રેટરીઓની એક બેઠકમાં થઈ હતી. ગુજરાત ઓલિમ્પિક પ્લાનિંગ એન્ડ ઈન્ફાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લીમિટેડ. ૠઘકઢખઙઈંઈ એવું નામ અપાયું છે. જેનો ગુજરાતીમાં ઉચ્ચાર ‘ગોલિમ્પિક’ થાય છે.
- Advertisement -
આ શબ્દથી ગુજરાત હવે વૈશ્વિક સ્તરે સ્પોર્ટ્સ એક્ટિવિટી સાથે જોડાશે! ઓલિમ્પિકના આયોજન રચાયેલી બે કમિટીઓની આ પહેલી બેઠક હતી. જેમાં અમદાવાદમાં ત્રણ હજાર મકાનો સાથે નવુ ગામ ઉભું કરવાથી લઈને મોટેરા પાસે 236 એકરમાં તૈયાર થઈ રહેલા સ્પોર્ટ્સ એન્કલેવના માસ્ટર પ્લાન સહિતનું પ્રેઝન્ટેશન પણ રજૂ થયું હતું.
ગોલિમ્પિક- જઙટનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યુ છે. જેની સત્તાવાર જાહેરાત હવે પછી કરવામાં આવશે તેમ જણાવતા ટોચના અધિકારીએ કહ્યું કે, હવે પછી આ જટઙ મારફતે જ ઓલિમ્પિક ગેમ્સના આયોજન અને અમલીકરણ થશે. ગુરૂવારે મળેલી બેઠકમાં કેન્દ્રીય મંત્રી ઠાકુર વર્ચ્યુઅલ પ્લેટફોર્મથી જોડાયા હતા. ભારત સરકાર અને રાજ્ય સરકારના સ્પોટર્સ ડિપાર્ટમેન્ટના સેક્રેટરીઓ સહિતની આ બેઠકમાં અમદાવાદમાં મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આકાર લઈ રહેલા સરદાર વલ્લભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ડવેલના માસ્ટર પ્લાનનું પણ બેઠકમાં પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યુ છે.
આ એન્કલેવે ઓલિમ્પિકની વિવિધ રમતો માટેનું મુખ્ય કેન્દ્ર રહેશે મોટેરા ખાતે 236 એકરમાં તૈયાર થનારા આ એલેવમાં અંદાજે રૂપિયા 4600 કરોડનો ખર્ચ થશે. જ્યાં 93 લાખ ચોરસ ફુટમાં 20 જેટલી સ્પોર્ટ્સનું શિસ્તબધ્ધ આયોજન થઈ શકે તેના માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામાં આવશે.