-સરકારે ઘઉં અને દાળ પરની સ્ટોક લીમીટની પણ અસર નથી
-ટમેટાના વધેલા ભાવથી શાકભાજીના ભાવવધારાનો નવો પ્રવાહ શરૂ થશે: હજું ‘અલનીનો’ છુપો દુશ્મન
- Advertisement -
દેશમાં નૈઋત્યના ચોમાસાના આગમન અને હાલના દેશના મોટાભાગના વિસ્તારોમાં થઈ રહેલા વરસાદની હાલ તો ચોમાસાના સમાચારમાં ‘અલ-નીનો’ કયાંય દેખાતો નથી પણ ચોમાસાના આગમન પુર્વે દેશભરમાં જે રીતે લુ- સહિત ઉંચુ તાપમાન રહ્યું છે તેના કારણે શાકભાજીની ઘટના જ કઠોળના અને દાળના ભાવમાં થયેલો વધારો ફુગાવો અંકુશમાં રાખવાના રીઝર્વ બેન્કના પ્લાનને ઉંચો આવે તેવો ભય છે.
જથ્થાબંધ માર્કેટમાં શાકભાજીના ભાવ વધવા લાગ્યા છે અને તેનો પ્રારંભ ટમેટાથી થયો છે જે રૂા.100ની નજીક પહોંચી ગયા છે અને ટમેટા-ડુંગળીના ભાવો લોકોને રડાવવા અને સરકારને મુશ્કેલીમાં મુકવા માટે જાણીતા છે. જો કે ચોમાસાના પ્રારંભ શાકભાજીના ભાવમાં થોડો વધારો ચોકકસ જોવા મળે છે પણ જે ઝડપથી હાલ ભાવ વધવા લાગ્યા છે તે ચોકકસ ચિંતા કરાવે તેવા છે. પહેલા આકરા ઉનાળા અને પછી ભારે વરસાદના કારણે આ પ્રકારના પાકને ભારે નુકશાન થયું છે.
આ ઉપરાંત સરકારે પહેલા ઘઉંમાં અને બાદમાં દાળમાં સ્ટોક લીમીટ નિશ્ર્ચિત કરી છે પણ તે ભાવ કાબુમાં લેવામાં નિષ્ફળ ગયા છે. ક્રિસીલ ઈકોનોમી રીસર્ચના જણાવ્યા મુજબ હજું અલનીનોનો ભય છે. હાલ વાવણી જેવો વરસાદ થયો છે. દાળના ભાવ વધારાને રોકવા સરકારે આયાત જકાત પણ ઘટાડી છે. સરકારી સ્ટોક લીમીટનો કેવો અમલ થાય છે તે પણ પ્રશ્ર્ન છે અને તેથી રીઝર્વ બેન્ક પણ હવે ફુગાવા અંગે ચિંતામાં છે.
- Advertisement -