15 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે નોટિસ
ખાસ-ખબર સંવાદદાતા
મનપાની ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના મેઘાણીનગર હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલ ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 21 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 15 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ ખાદ્ય ચીજોના કુલ 15 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના મેઘાણીનગર હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલ ખોડલ ભેળ, આઈ ભેળ, આઈ વ્યૂ પીઝા, ભગવતી ચાઇનીઝ, જલ્પા ફાસ્ટફૂડ, મહાકાળી પાણીપુરી, જલારામ પાણીપુરી, બોમ્બે ફાસ્ટફૂડ, શિવ સેન્ડવીચ, જલારામ સ્પ્રિંગ પોટેટો, એવન ફાસ્ટફૂડ, રામનાથ ફાસ્ટફૂડ, નાગપુરના સ્પ્રિંગ પોટેટો, ખોડલ પાઉંભાજી, ગણેશ સ્ટીમ ઢોકળા સહિતનાઓને લાયસન્સ મેળવવા બાબતે સૂચના આપી હતી. અને જયદીપ વડાપાઉં, પટેલ વડાપાઉં, જામનગરના પ્રખ્યાત ઘૂઘરા, શિવશક્તિ ફૂડ, બોમ્બે પીઝા, રોલ્સ રોઈસ ફૂડની ચકાસણી કરવામાં આવી હતી તેમજ ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સસ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ રવિ ડબલ ફિલ્ટર ગ્રાઉન્ડનટ ઓઈલ આઈશ્રી સોનલ બ્રાન્ડ દેશી ઘાણીયુ 100 શુદ્ધ સીંગતેલ અને બોમ્બે સુપર ગ્રાઉન્ડનટ સહિતના નમૂના લેવામાં આવ્યા હતાં આમ આજરોજ મનપાની ફૂડ વિભાગની ટીમ દ્વારા ખાદ્ય ચીજોની ચકાસણી હાથ ધરાઈ હતી.