ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા નવરાત્રિ અર્વાચીન ગરબાના આયોજન સ્થળોની સર્વેલન્સ ચેકિંગ ડ્રાઈવ દરમિયાન કુલ 10 આયોજન સ્થળોએ આવેલ ફૂડ સ્ટોલના પરવાના તથા ખાદ્યચીજોના સ્ટોરેજ તથા હાઇજિનિક કન્ડિશનની તપાસ કરવામાં આવી હતી.
જેમાં સર્વેલન્સ ચેકિંગ દરમિયાન બિગબજાર ચોક, 150 ફૂટ રીંગ રોડ પાસે આવેલી “સ્વીટ ડિલાઈટ બેકરી” પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ એક્સપાયરી થયેલા બેકરી ક્રીમ તથા ક્ધફેક્શનરીનો 5 કિલો અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો તથા યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી.
જ્યારે ફૂડ વિભાગની ટીમ દ્વારા ઋજઠ વાન સાથે શહેરના જીવરાજ પાર્ક -મોદી હાઈસ્કૂલ વાળો રોડ વિસ્તારમાં આવેલ ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 22 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
જેમાં 8 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાદ્ય ચીજોના કુલ 22 નમૂનાની સ્થળ પર ચકાસણી કરી હતી.
ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -2006 હેઠળ નમૂના લેવાયા
ધારી અને મીઠાસાટા: સ્થળ -શ્યામ ડેરી ફાર્મ, પંચવટી સોસાયટી મેઇન રોડ
ગુલાબ બરફી: સ્થળ -જય યોગેશ્વર ડેરી ફાર્મ, સોરઠિયાવાડી, કોઠારીયા રોડ
જેલી રોલ અને મીઠો માવો: સ્થળ -મેઘ મિલન ડેરી પ્રોડક્ટસ કકઙ., કોઠારીયા
અંજીર રોલ અને મીઠો માવો: સ્થળ -શ્રી તુરૂપતિ ડેરી ફાર્મ, હસનવાડી શેરી નં.04, બોલબાલા માર્ગ
- Advertisement -
રામાપીર ચોકડી પાસે આવલા બ્લિન્કીટના ગોડાઉનમાંથી અખાદ્ય 10 લિટર દૂધનો નાશ
ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન એટલાન્ટીસ હિલ્સ, રૈયાધાર, રાજકોટ મુકામે આવેલા “બ્લિન્કીટ કોમર્સ પ્રા.લી.” પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ અનહાઇજિનિક રીતે સંગ્રહ કર્યો હતો. જે ખરાબ થઈ જતાં ટેટ્રા પેક દૂધનો 10 લિટર અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.