બનાસકાંઠામાં યોજાયેલા ડાયરામાં કરી જાહેરાત: રાજનીતિમાં નિષ્ઠાથી આવીશ: દેવાયત
ખાસ-ખબર ન્યૂઝ બનાસકાંઠા, તા.15
રાજયના જાણીતા લોકસાહિત્ય કલાકાર દેવાયત ખવડ છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં છે બનાસકાંઠામાં યોજાયેલા એક ડાયરામાં દેવાયત ખવડે બનાસકાંઠા બેઠક પરથી ચૂંટણી લડી શકે તેવા સંકેત આપ્યા હતા.મળતી માહિતી મુજબ દેવાયત ખવડએ રાજનીતિમાં આવવાની જાહેરાત કરી છે.દેવાયત ખવડએ જણાવ્યું હતું કે હું ડાયરામાં રાજકારણની વાત એટલા માટે કરું છું કારણ કે મારે રાજકારણમાં આવવું છે.
- Advertisement -
મને રાજકારણમાં ખૂબ જ રસ છે મારે રાજનીતિ કરવી છે અને હું કરીશ કઈ પાર્ટીમાં જોડાશે? વિપક્ષ કે સત્ર પક્ષ ? આવા પ્રશ્ર્નો ઉઠતા જવાબ આપતા જણાવ્યું હતું કે એક મયાનમાં બે તલવાર ન રહી શકે એટલે હું મારી તૈયારીમાં જ છું.વધુમાં જણાવ્યું હતું કે મારો વિચાર છે કે એક મયાનમાં એક તલવાર રાખવી આમ કહી ડાયરા બંધ કરી દેવાની તૈયારી દર્શાવી છે.
તેમજ જણાવ્યું હતું કે, હું રાજનીતીમાં નિષ્ઠાથી આવીશ.સતા અને પૈસાની લાલચે નહી મારો હેતુ ગરીબ ખેડૂતોને કોઈપણ ક્ષેત્રમાં મદદ કરવાનો છે રાજકારણમાં જઈને પૈસો બનાવવાનો કોઈ ઈરાદો નથી બનાસકાંઠામાં યોજાયેલ એક ડાયરામાં ચૂંટણી લડવાની ઈચ્છા વ્યકત કરતા દેવાયત ખવડે જણાવ્યું કે, મને જો બનાસકાંઠામાંથી ટિકિટ મળી જાય તો બનાસકાંઠાની પ્રજા મને જિતાડી દે એમ છે.એટલો મને આ બનાશે.પ્રેમ આપ્યો છે.