ગુજરાતમાં ભારે વરસાદને પગલે વડોદરા, સુરત, ભરૂચ અને આણંદ સહિત અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ, આજે આ રાજ્યોમાં પહોંચશે મેઘરાજાની સવારી
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત સહીત દેશના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મહત્વનું છે કે, ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે વડોદરા, સુરત, ભરૂચ અને આણંદ સહિત અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અહીં વરસાદ સંબંધિત ઘટનાઓમાં કુલ 8 લોકોના મોત થયા છે.
- Advertisement -
આ જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાંથી 826 લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યા. ઘણી જગ્યાએ શાળા અને કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. ટ્રેન સેવા પણ ખોરવાઈ ગઈ છે.

આ તરફ નેપાળમાંથી છોડવામાં આવતા પાણીને કારણે ઉત્તર પ્રદેશમાં રાપ્તી નદીમાં વધારો થયો છે. જેના કારણે ગોરખપુરના 50 ગામોમાં પૂરની સ્થિતિ પ્રવર્તી રહી છે. NDRF અને SDRFને પણ અહીં તૈનાત કરવામાં આવ્યા છે. આ સિવાય બુધવારે ભારે વરસાદને કારણે મધ્યપ્રદેશના ત્રણ જિલ્લા (સાગર, ટીકમગઢ અને બીના)માં પૂર જેવી સ્થિતિ છે. આજે પણ અહીં ભારે વરસાદનું એલર્ટ છે.
આજે ક્યાં ક્યાં પડશે વરસાદ ?
હવામાન વિભાગે આજે ગુરુવાર 25 જુલાઈએ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આજે કુલ 16 રાજ્યોમાં વરસાદ અને વીજળી પડવાની સંભાવના છે. મહત્વનું છે કે, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગોવા, કર્ણાટક, ઓડિશામાં ખૂબ ભારે વરસાદની આગાહી છે. આ સાથે છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, કેરળમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.
મુંબઈ બન્યું જળમગ્ન
મુંબઈમાં સતત વરસાદને કારણે રહેણાંક વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવારે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. IMDનું રેડ એલર્ટ મહારાષ્ટ્રના શહેરો માટે 24 જુલાઈ સુધી જાહેર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર, ગુજરાત, કોંકણ, ગોવા અને પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં બુધવારે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દરમિયાન, મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લામાં આજે માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, કાશ્મીર, શ્રીનગર, કુપવાડા, બડગામ અને પુલવામામાં તાપમાન 36 ડિગ્રી સુધી પહોંચી શકે છે. કુલગામ, શોપિયાં, અનંતનાગ, બાંદીપોરા અને બારામુલ્લામાં 3 દિવસ સુધી તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. કર્ણાટકમાં ભારે વરસાદને કારણે કાવેરી નદીનું જળસ્તર વધી ગયું છે. જેના કારણે મૈસૂરમાં સ્થિત કૃષ્ણરાજા સાગર ડેમ 100 ટકા ક્ષમતાથી ભરાઈ ગયો છે. બુધવારે સવારે 8 વાગ્યા સુધીમાં ડેમ 124.80 ફૂટ સુધી પાણીથી ભરાઈ ગયો હતો. ગત વર્ષે સિઝનના આ સમય સુધીમાં ડેમ માત્ર 95 ફૂટ જેટલો જ ભરાયો હતો.