બાલીકા પંચાયતની ક્ધયાઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેબ્લેટ ભેટ કર્યાં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગોંડલના પાટીદડ ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યાં હતાં. મુખ્યમંત્રીએ સૌપ્રથમ ગોંડલ હેલીપેડથી પાટીદડ યુનિટી સિમેન્ટ પ્લાન્ટ પહોચ્યા હતા. સિમેન્ટ પ્લાન્ટ ખાતે મુખ્યમંત્રી ફ્લેગ હોઈસ્ટિંગ સેરેમનીમાં ઉપસ્થિત રહી પ્લાન્ટના નવનિર્મિત મુખ્ય પ્રવેશ દ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન ગાયું હતું. આ સાથે તેમણે નવનિર્મિત મુખ્ય પ્રવેશ દ્વારનું ઉદ્ઘાટન કરી તકતીનું અનાવરણ કર્યું હતું. આ તકે યુનિટી સિમેન્ટનાં મેનેજિંગ ડિરેક્ટર પુનિતભાઈ ચોવટીયાએ મુખ્યમંત્રીને સ્મૃતિચિન્હ તથા પુષ્પથી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે શ્રી પિયુષભાઈ ચોવટીયા, અમિતભાઈ કણસાગરા, પંકજભાઈ વેગડા તથા સુખદેવભાઈ ફળદુએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અર્પણ કરી હતી. આ પ્રસંગે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, જિલ્લા કલેકટર ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનન્દુ સુરેશ ગોવિંદ, જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.



