જૂનાગઢ જિલ્લાની શિક્ષણ, રોજગાર અને નારી અદાલતના અધિકારી-કર્મચારીઓના મતદાન કરવાની સાથે અન્ય લોકો મતદાન કરે તે માટે લીધા હતા શપથ જયારે દરેક નાગરિક મતાધિકારનો અચૂક ઉપયોગ કરીને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે માટે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શનમાં વિશેષ પ્રયાસો હાથ ધરાયા છે. સ્વીપ એક્ટીવીટી અંતર્ગત મતદાન જાગૃતિ માટે અધિકારી-કર્મચારીઓ 5ાંચ નાગરિકોને મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા માટે પ્રેરિત કરશે. સ્વીપ નોડલ અને જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયના માર્ગદર્શનમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, રોજગાર વિનિમય કચેરી અને નારી અદાલતના સંયુક્ત ઉપક્રમે કર્મચારીઓ દ્વારા મતદાન માટેના શપથ લેવામાં આવ્યા. આ ઉપરાંત દરેક કર્મચારીએ 5ાંચ વ્યક્તિને મતદાન કરવા પ્રેરિત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
અધિકારી-કર્મચારીઓની પાંચ લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવાની પ્રતિજ્ઞા લીધી
Follow US
Find US on Social Medias