આગામી ઓગસ્ટ મહિનામાં પાંચે -પાંચ કોલેજ કાર્યરત થશે
કેન્દ્ર સરકારે ગુજરાતમાં પાંચ નવી મેડિકલ કોલેજો સ્થાપવા માટે રૂ. 190 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી દીધી છે અને આગામી શૈક્ષણિક સત્રથી રાજ્યમાં નવી પાંચ મેડિકલ કોલેજો શરૂ થશે જેમાં 500 જેટલી બેઠકને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે ગોધરા, દેવભૂમિ દ્વારકા, બોટાદ, મોરબી, રાજપીપળામાં મેડિકલ કોલેજ શરૂ કરવા માટે પ્રક્રિયા હાથ ધરાઇ છે. જેના પગલે એમસીઆઇ દ્વારા 5 મેડિકલ કોલેજનું ઇન્સ્પેકશન હાથ ધરાયું હતું.
- Advertisement -
જેમાં 3 મેડિકલ કોલેજમા રિ ઇન્સ્પેક્શન હાથ ધરવામા આવેલ જેનો આખરી રિપોર્ટ રજૂ થયા બાદ ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ દ્વારા મેડિકલ કોલેજને મંજૂરી આપી દેવામાં આવી છે.



