‘એશેઝ’ના પ્રથમ ટેસ્ટમાં પહેલાં જ દિવસે 393 રન બનાવી દાવ ડિકલેર કરી સૌને ચોંકાવ્યા
આ પહેલાં ચાલું વર્ષે ન્યુઝીલેન્ડ સામે પહેલા દિવસે દાવ ડિકલેર કર્યો’તો: ઓવરઓલ ટેસ્ટ ક્રિકેટમાં છઠ્ઠી ઘટના
- Advertisement -
બેન સ્ટોક્સની આગેવાનીમાં નીડર ક્રિકેટ રમવા માટે જાણીતી ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે એક મોટું કારનામું કર્યું છે. ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ શરૂ થયેલી પાંચ મેચની એશેઝ શ્રેણીના પ્રથમ મુકાબલાના પ્રથમ દિવસે જ તેણે પોતાની ઈનિંગ ડિકલેર કરી સૌને ચોંકાવ્યા હતા. આ સાથે જ ટેસ્ટ ક્રિકેટના 146 વર્ષના ઈતિહાસમાં તેણે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.
ઈંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસની પહેલી એવી ટીમ બની ગઈ છે જેણે એક કેલેન્ડર વર્ષમાં ટેસ્ટ મેચના પ્રથમ દિવસે પોતાની ઈનિંગ ડિકલેર કરી હોય, આ પહેલાં કોઈ પણ ટીમ આવું કરી શકી નથી. આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરતાં જો રુટની 30મી ટેસ્ટ સદીના દમ પર 8 વિકેટના નુકસાને 393 રન બનાવીને પોતાની ઈનિંગ ડિકલેર કરી હતી. પહેલાં દિવસની રમતના અંત સુધીમાં ઑસ્ટ્રેલિયાએ વિનાવિકેટે 14 રન બનાવ્યા છે.
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ માત્ર છઠ્ઠી ઘટના છે જ્યારે કોઈ ટીમે મેચના પહેલાં જ દિવસે પોતાની ઈનિંગ ડિકલેર કરી છે. આ યાદીમાં ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાનું નામ બે-બે વખત નોંધાયેલું છે તો એક-એક વખત પાકિસ્તાન અને ઑસ્ટ્રેલિયાએ પણ કર્યું હતું.
- Advertisement -
ઈંગ્લેન્ડે આ વર્ષે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ માઉન્ટ માઉન્ગાઈમાં પોતાની પહેલી ઈનિંગ 325 રને ડિકલેર કરી હતી અને હવે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ આ જ વર્ષમાં આવું કરીને ઈતિહાસ રચ્યો છે. આમ તો ટેસ્ટ ક્રિકેટમાં મેચના પ્રથમ દિવસે જ ઈનિંગ ડિકલેર કરનારી પહેલી ટીમ પાકિસ્તાન હતી.
ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ઈનિંગ ડિકલેર કરનારી ટીમ
ટીમ સ્કોર હરિફ ટીમ ગ્રાઉન્ડ વર્ષ
પાકિસ્તાન 130/4 (44.5) ઈંગ્લેન્ડ લૉર્ડસ 1974
ઑસ્ટ્રેલિયા 237/9 (85) ભારત હૈદરાબાદ 2012
આફ્રિકા 259/9 (76) ઑસ્ટ્રેલિયા એડિલેડ 2016
ઈંગ્લેન્ડ 325/9 (58.2) ન્યુઝીલેન્ડ માઉન્ટ માઉંગાનુઈ 2023
ઈંગ્લેન્ડ 393/8 (78) ઑસ્ટ્રેલિયા એઝબેસ્ટન 2023