105 દિવસનું શૈક્ષણિક કાર્ય પૂર્ણ; 6 નવેમ્બર, 2025થી દ્વિતીય સત્રનો પ્રારંભ થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત રાજ્યની શાળાઓમાં પ્રથમ શૈક્ષણિક સત્રનું આજે સમાપન થઈ ગયું છે. આજથી રાજ્યભરની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે આનંદદાયક દિવાળી વેકેશન શરૂ થઈ ગયું છે. શિક્ષણ વિભાગના નિર્ધારિત સમયપત્રક મુજબ, પ્રથમ સત્રમાં કુલ 105 દિવસનું શૈક્ષણિક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. શાળાઓમાં આજથી શરૂ થયેલું દિવાળી વેકેશન કુલ 21 દિવસનું રહેશે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો 5 નવેમ્બર, 2025 સુધી આ લાંબા વેકેશનનો ભરપૂર આનંદ માણી શકશે. વેકેશન પૂર્ણ થયા બાદ, 6 નવેમ્બર, 2025ના રોજથી શાળાઓમાં દ્વિતીય શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. ઉલ્લેખનીય છે કે, દ્વિતીય સત્રમાં કુલ 144 દિવસનું શૈક્ષણિક કાર્ય નિર્ધારિત કરાયું છે, જે આવતા વર્ષે 3 મે, 2026 સુધી ચાલશે.