-દર્દીની હાલત ઠીક
અમેરિકામાં 40 વર્ષ બાદ પહેલીવાર મેલેરિયાનો કેસ બહાર આવ્યો છે.જેને લઈને પ્રશાસન સતર્ક થઈ ગયુ છે અને જરૂરી પગલા ઉઠાવવામાં આવ્યા છે. જાણકારી મુજબ મેરીલેન્ડમાં એક વ્યકિતને તાવ આવ્યો હતો જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તપાસમાં તેને મેલેરિયાની પુષ્ટિ થઈ હતી. મેરીલેન્ડનાં સ્વાસ્થ્ય વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દર્દી હવે સ્વસ્થ થઈ રહ્યો છે. દર્દીએ હાલમાં દેશ કે વિદેશનો પ્રવાસ પણ નહોતો કર્યો તેને બિમારી સ્થાનિક સ્તરેથી લાગુ પડી હતી.
- Advertisement -
મામલાને ગંભીરતાથી લઈ રહ્યો છે વિભાગ
મેરીલેન્ડ સ્વાસ્થ્ય વિભાગની સચીવ લોરા હેરેરા સ્કોટ રાજયમાં મેલેરીયાની આશ્ર્ચર્યજનક વાપસીને લઈને જણાવ્યું હતું કે મેરીલેન્જડ સહિત અમેરીકામાં મેલેરીયા એક સમયે સામાન્ય બાબત હતો. પરંતુ 40 વર્ષથી અમે મેરીલેન્ડમાં મેલેરીયાનો આવો એકપણ કિસ્સો નહોતો જોયો નવો કેસ બહાર આવ્યા બાદ અમે તેને ગંભીરતાથી જોઈ રહ્યા છીએ. સ્થાનિક અને સંધીય અધિકારીઓ સાથે તપાસ માટે મળીને કામ કરવામાં આવશે.