-2000 જેટલા વિશિષ્ટ અતિથિઓને મોકલાઈ છે આમંત્રણ પત્રિકા
22મી જાન્યુઆરીએ અત્રે ભવ્ય રામમંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે ત્યારે તેની નિમંત્રણ પત્રિકા જાહેર થઈ છે, જે 2000 જેટલા વિશિષ્ટ અતિથિઓને મોકલવામાં આવી છે.
- Advertisement -
આ નિમંત્રણ પત્રિકાના પેજ પર પ્રભુ રામના બાલ સ્વરૂપની તસ્વીર છે અને અંતમાં શ્રીરામ મંદિરની યાત્રાનો સારાંશ અપાયો છે. આ નિમંત્રણ પત્રિકા દરેક અતિથિ માટે પાર્કીંગની જગ્યા બતાવાઈ છે અને એક કોડ પણ નકકી કરાયો છે. નિમંત્રણ પત્રિકાના કવર પર લખ્યું છે- અનાદિક નિમંત્રણ, શ્રીરામ ધામ અયોધ્યા આ નિમંત્રણ પત્રિકાના બોકસમાં પાંચ વસ્તુઓ ભેટ સ્વરૂપે રાખવામાં આવી છે.
પ્રથમ ભેટ: અયોધ્યામાં નિર્માણાધિન રામ જન્મભૂમિ મંદિરની તસ્વીરવાળું કાર્ડ, જેમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રનો લોગો છાપેલો છે.
બીજી ભેટ: પૂજામાં ઉપયોગમાં લેવાનાર અભિમંત્રીત અક્ષત (ચોખા)
ત્રીજી ભેટ: વાહન પાસ, ગુગલ મેપનો કયુઆર કોડ જેથી પાર્કીંગ તરફ સરળતાથી પહોંચી શકાય.
: સંકલ્પ સંપોષણ પુસ્તિકા, જેમાં વર્ષ 1528 થી લઈને 1984 સુધી રામ જન્મભૂમિ મુક્ત કરાવવા સંઘર્ષ સાથે જોડાયેલા લોકોનું સંપૂર્ણ વિવરણ છે તેમાં દેવરહા બાબાજી મહારાજ, મહંત અવૈદ્યનાથ વિજયારાજે સિંધીયા, અશોક સિંધલ વગેરેનું વિવરણ છે.પાંચમી ભેટ: કાર્યક્રમના અતિથિઓની યાદી જેમાં પીએમ મોદી સંઘર્ષ પ્રમુખ ભાગવત, રાજયપાલ આનંદીબેન પટેલ વગેરેના નામો છે. આ ઉપરાંત નિમંત્રણ પત્રિકામાં કાર્યક્રમોની ડિટેલ અપાઈ છે.