ભારતમાં ઓમિક્રોનના પેટા પ્રકાર BA.5 વેરિઅન્ટની એન્ટ્રી થઇ ગઇ છે. BA.5 વેરિઅન્ટ વિદેશોમાં હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે રાજ્યમાં વડોદરામાં BA.5 વેરિઅન્ટ કેસ નોંધાયો છે. સાઉથ આફ્રિકાથી આવેલો યુવક કોરોના પોઝિટિવ થયો હતો. વડોદરામાં સાઉથ આફ્રિકામાંથી એક 29 વર્ષીય યુવક આવ્યો હતો. આ યુવકના સેમ્પલને ગાંધીનગર ખાતે આવેલી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં. બંને વખતે રિપોર્ટમાં ઓમિક્રોન BA.5 પેટા પ્રકારની પુષ્ટિ થઇ. યુવકના સંપર્કમાં આવેલા લોકોમાં હાલ કોરોનાના લક્ષણો જણાયા નથી.
- Advertisement -
તમિલનાડુ અને તેલંગણામાં નોંધાયો છે એક -એક કેસ
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં ભલે કોરોનાની રફતાર ધીમી હોય પરંતુ દિવસ જાય તેમ નવા વેરિએન્ટ સામે આવી રહ્યા છે. એક તરફ ઓમિક્રોનનો ખતરો તો બીજી તરફ મંકી પોક્સે પણ ચિંતામાં વધારો કર્યો છે. તેવામાં ફરી એકવાર ઓમિક્રોનના સબવેરિએન્ટનો ખતરો સામે આવ્યો છે. નવો સબ વેરિએન્ટ BA.4 અને BA.5ની પુષ્ટિ થઇ છે. જેમાં એક કેસ તમિલનાડુ અને જ્યારે બીજો કેસ તેલંગણામાં સામે આવ્યો છે.
તમિલનાડુની મહિલામાં BA.4 સબ-વેરિયન્ટ જોવા મળ્યો
- Advertisement -
ઇન્ડિયન SARS-CoV-2 સિક્વન્સિંગ એસોસિએશન (INSACOG) એ રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તમિલનાડુની એક મહિલા વાયરસ સબ-વેરિઅન્ટ BA.4 થી સંક્રમિત મળી આવી છે. નિવેદન અનુસાર, મહિલામાં હળવા લક્ષણો છે અને તેણે કોરોના રસીના બંને ડોઝ લીધા છે. મહિલાએ ક્યાંય પ્રવાસ પણ કર્યો નથી.
તેલંગાણાનો માણસ BA.5 થી સંક્રમિત
તો આ તરફ તેલંગાણામાં એક 80 વર્ષીય માણસને સબવેરિએન્ટ B.A5ની પુષ્ટિ થઇ છે. આ વ્યક્તિએ પણ કોરોનાની રસીના બંને ડોઝ લીધેલા છે તેણે પણ ક્યાંય પ્રવાસ કર્યો નથી.
સૌ પ્રથમ દક્ષિણ આફ્રિકામાં નોંધાયો હતો કેસ
નોંધનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકામાં આ પ્રકારના કેસ પ્રથમવાર નોંધાયા હતા. પરંતુ હવે અન્ય ઘણા દેશોમાંથી આની જાણ થઈ રહી છે. ઓમિક્રોનના બે સબવેરિએન્ટ BA.4 અને BA.5 વૈશ્વિક સ્તરે ફેલાઈ રહ્યા છે. આ બંને સબ વેરિએન્ટના કેસો આ વર્ષની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકામાં નોંધાયા હતા અને હવે અન્ય ઘણા દેશોમાં પણ તેની પુષ્ટિ થઈ રહી છે.
દેશના અન્ય શહેરોમાં BA.4 ના રેન્ડમ કેસ મળી આવ્યા
આ પહેલા ઈન્સાકોગ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, ભારતમાંથી BA.4 સબ વેરિઅન્ટ (ઓમિક્રોન સબ વેરિઅન્ટ બીએ.4)ની વિગતો 9 મેના રોજ જીઆઇએસએઆઈડી પર નોંધવામાં આવી હતી. આ વાતની પુષ્ટિ કરતાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના એક વૈજ્ઞાનિકે એમ પણ કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં દેશના અન્ય શહેરોમાં બીએ.4ના રેન્ડમ કેસ મળી આવ્યા છે. જણાવી દઈએ કે સાર્સ-કોવ-2 વાયરસનો આ સ્ટ્રેન દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસના નવા સંક્રમણની મોટી લહેર માટે જવાબદાર છે. તે જ સમયે, ચેપ અને રસીકરણ રોગપ્રતિકારક શક્તિ સિસ્ટમને અસર કરવા માટે સક્ષમ છે.