કાબુલમાં ફાયરીંગ થઈ રહ્યુ છે. ફાયરીંગના કારણે લોકો ભયમાં છે. અફઘાનિસ્તાનમાં આતંકનો ખૂની ખેલ ચાલુ છે.
અફઘાનિસ્તાનથી અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે કાબુલમાં અંધાધૂંધ ગોળીબાર થયો છે. અહીં થોડીક-થોડીકવારે ફાયરિંગ ચાલુ છે. ફાયરિંગના લીધે લોકોમાં દહેશત છે. અફઘાનિસ્તાનમાં આતંકનો લોહિળાય જંગ ચાલુ છે.
કાબુલ એરપોર્ટ પર આતંકી હુમલાની આશંકા
- Advertisement -
અમેરિકાએ કાબુલ એરપોર્ટ પર વધુ આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરી છે. અમેરિકાએ પોતાના નાગરિકોને કહ્યુ છે કે કાબુલ એરપોર્ટ નજીકથી દૂર થઈ જાઓ. જોકે ચેતવણી બાદ પણ કાબુલ એરપોર્ટની બહાર ભારે ભીડ જમા છે.
અમેરિકાએ ISIS-K પાસે લીધો બદલો
અમેરિકાએ કાબુલ હુમલાના 36 કલાકની અંદર ISIS-K પાસેથી બદલો લઈ લીધો છે. અફઘાનિસ્તાનમાં અમેરિકી સેનાએ મોટી કાર્યવાહી કરી છે. કાબુલ બ્લાસ્ટના જવાબમાં અમેરિકી સેનાએ નાંગરહાર પ્રાંતમાં ISIS-Kના ઠેકાણા પર હવાઈ હુમલા કર્યા. દાવો છે કે અમેરિકી સેનાએ કાબુલ બ્લાસ્ટના ષડયંત્રકર્તાને પણ ઠાર માર્યા છે.
- Advertisement -
કાબુલ બ્લાસ્ટમાં મોતની સંખ્યા 200ને પાર
કાબુલ હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને જે કહ્યુ હતુ તેને પૂરૂ કરીને બતાવ્યુ છે. એર સ્ટ્રાઈક બાદ અમેરિકાએ કાબુલ એરપોર્ટથી લોકોને હટવા માટે કહ્યુ છે. ત્યાં 26 ઓગસ્ટે થયેલા કાબુલ સીરિયલ બ્લાસ્ટમાં મૃતકની સંખ્યા 200થી વધારે થઈ ગઈ છે.
અફઘાનિસ્તાનના નાંગરહારમાં અમેરિકી વાયુસેનાએ ડ્રોનથી એર સ્ટ્રાઈક કરીને ISIS ખુરાસાનના ઠેકાણાઓને તબાહ કરી દીધા. અમેરિકી રક્ષા મંત્રાલય પેંટાગન તરફથી આ વાતની પુષ્ટિ પણ થઈ ચૂકી છે. અમેરિકી વાયુસેનાએ આર્મ્ડ UAV દ્વારા તાબડતોડ બોમ્બ બ્લાસ્ટ કર્યા અને ISISના આતંકીઓને દફન કરી દીધા.
અમેરિકાએ દાવો કર્યો છે કે એરસ્ટ્રાઈકમાં કાબુલ હુમલાનુ માસ્ટરમાઈન્ડ મારવામાં આવ્યો છે. અમેરિકી સેનાના સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તા કેપ્ટન બિલ અર્બને નિવેદન જારી કરીને કહ્યુ કે અમેરિકી સેનાના દળોએ ISIS-K પ્લાનર વિરૂદ્ધ એક આતંકવાદ વિરોધી અભિયાન ચલાવ્યુ. અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતમાં માનવરહિત હવાઈ હુમલો કરવામાં આવ્યો. અમને કોઈ પણ નાગરિકના મર્યા જવાની જાણકારી મળી નથી.