નોર્વની રાજધાની ઓસ્લોમાં આજે ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ગોળીબારીની ઘટનામાં અત્યાર સુધીમાં બે લોકોની મૃત્યુ થઇ ગઇ છે. જયારે 12થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ફાયરિંગની ઘટના બનતા પોલીસ તરત પહોંચી હતી, તેમજ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, મૃતકોના શબને કબજે કરવામાં આવ્યા.
- Advertisement -
પોલીસના જણાવ્યા અનુસાર, આ ગોળીબારીની ઘટના એક નાઇટ ક્લબમાં બની હતી. પોલીસએ ઘટની સ્થળની આસપાસના વિસ્તારને નાકાબંધી કરી છે.
બંદુક લઇને આવ્યો હતો આરોપી
પબમાં હાજર વ્યક્તિઓના જણાવ્યા અનુસાર, નાઇટ ક્લબમાં ઘણા લોકો હાજર હતા. પબમાં ફાયરિંગથી ભાગ દોડ મચી ગાઇ હતી.
સમલેંગિકો માટે આ પબ પ્રખ્યાત છે
નોર્વના પોલીસના જણાવ્યા અનુસાર, ગોળીબારીની આ ઘટના ઓસ્લોના પ્રખ્યાત લંડન પબમાં થઇ છે. આ ક્લબ સમલેંગિકો માટે ઘણું ચર્ચામાં છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, ઘટનાસ્થળની પાસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જો કે, હજુ સુધી હુમલો કરનારા આરોપી વિશે કોઇ જાણકારી મળી નથી.
- Advertisement -