નેપાળમાં સંસદ આખી રાત ભડભડ સળગી
દેશ પર હવે સેનાનો કંટ્રોલ, છતાં હિંસા ચાલું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનનો આજે ત્રીજો દિવસ છે. હિંસક વિરોધ પ્રદર્શનોને રોકવા માટે સેનાએ મંગળવારે રાત્રે 10 વાગ્યાથી સમગ્ર દેશનો કબજો સંભાળી લીધો છે બુધવારે આખા દેશમાં કર્ફ્યુ પણ લદાયો છે. અનુસંધાન પાના નં.2 પર
સેનાએ ક્ધટ્રોલ લીધા પછી પણ ઘણા વિસ્તારોમાં હિંસા ચાલુ છે. મંગળવારે સાંજે પ્રદર્શનકારીઓએ સુપ્રીમ કોર્ટમાં આગ લગાવી હતી, જેના કારણે 25 હજારથી વધુ કેસ ફાઇલો રાખમાં ફેરવાઈ ગઈ હતી. બુધવારે, નેપાળી સેનાએ 27 તત્ત્વોની ધરપકડ કરી હતી.
સેનાનું કહેવું છે કે આ લોકો પરિસ્થિતિનો લાભ લઈ તોડફોડ, અરાજકતા, લૂંટફાટ, આગચંપી અને જાનમાલને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડી રહ્યા હતા. પોલીસે તેમની પાસેથી 33.7 લાખ રૂપિયા રોકડા પણ જપ્ત કર્યા છે. આ ઉપરાંત, 23 બંદૂકો, મેગેઝિન અને ગોળીઓ સહિત 31 વિવિધ પ્રકારના હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. કેપી શર્મા ઓલીએ પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે અને કાઠમંડુ છોડી દીધું છે. નેપાળમાં અત્યાર સુધીમાં 22 લોકોના મોત થયા છે, જ્યારે 400થી વધુ લોકો ઘાયલ થયા છે.
સુપ્રીમ કોર્ટમાં શું-શું સળગાવી દેવામાં આવ્યું?
સુપ્રીમ કોર્ટ પરિસરમાં વાહનોને આગ લગાવવામાં આવી.
તેઓ આઈટી રૂમમાં ઘૂસી ગયા. તેમણે તેને પણ આગ લગાવી દીધી.
મુખ્ય ન્યાયાધીશ અને મુખ્ય રજિસ્ટ્રારના ચેમ્બર બળીને ખાખ થઈ ગયા.
25,000 કેસોની ફાઇલો રાખ થઈ ગઈ છે.
તોડફોડ અને આગચંપીને કારણે સુપ્રીમ કોર્ટની વેબસાઇટ ડાઉન છે, જોકે ડેટાનો બેકઅપ લેવામાં આવ્યો હતો.
ન્યાયાધીશો દ્વારા તૈયાર કરાયેલા ઘણા નિર્ણયોના રેકોર્ડ કોમ્પ્યુટર સાથે નાશ પામ્યા છે.
- Advertisement -
નેપાળની દિલ્હી બજાર જેલમાંથી કેદીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો: નવલપરાસી જેલમાંથી 500 કેદી ભાગી ગયા
નેપાળની દિલ્હી બજાર જેલમાંથી કેદીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા. સેનાએ જણાવ્યું કે, પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સૈનિકોની તહેનાતી વધારી દેવામાં આવી છે. કેદીઓ સૂત્રોચ્ચાર કરતા રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા, જ્યારે સેનાએ હિલચાલ અટકાવવા માટે વિસ્તારને ઘેરી લીધો છે. નેપાળની નવલપરાસી પશ્ર્ચિમ જિલ્લા જેલમાંથી 500 થી વધુ કેદીઓ ભાગી ગયા. તેમણે જેલની અંદર આગ લગાવી અને મુક્તિની માંગણી કરતા સૂત્રોચ્ચાર કર્યા. તેમને કાબૂમાં લેવાના પ્રયાસો છતાં, મોટાભાગના કેદીઓ ભાગી જવામાં સફળ રહ્યા. પરિસ્થિતિને સંભાળવા માટે જેલની અંદર સેના, પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યા હતા.