મહારાષ્ટ્રના પુનામાં સ્થિત કેમિકલ પ્લાન્ટમાં લાગેલી આગ લાગી હતી. આ અંગે મળતી માહિતી મુજબ બપોરે 2 વાગ્યાની આસપાસ આ આગ લાગી હતી. આ આગમાં 13 મહિલા સહિત 15 લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે પાંચ લોકો પ્લાન્ટમાં લાગેલી આગમાં ફસાયેલા છે. જેને શોધી શકાયા નથી. આગની બાતમી મળ્યા બાદ ફાયર બ્રિગેડના વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગને કાબૂમાં લેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
- Advertisement -
ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું છે કે આ આગમાં સળગવાને કારણે 12 લોકોનાં મોત નીપજ્યાં છે. ફાયર અધિકારીઓએ જણાવ્યું કે હાલમાં આ પ્લાન્ટમાં સેનિટાઇઝર બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આગ બાદ અત્યાર સુધીમાં 12 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે કુલ 37 કર્મચારીઓમાંથી 17 હજુ લાપતા છે.
ઘટના અંગે માહિતી આપતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ રાસાયણિક પ્લાન્ટમાં બપોરે 2 વાગ્યે શરૂ થઈ હતી. માહિતી મળ્યા બાદ ફાયરના આઠ ટેન્ડર સ્થળ પર મોકલાયા હતા. હાલ આગને કાબૂમાં લેવામાં આવી છે અને ઠંડકની કામગીરી ચાલી રહી છે.


