ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
મહાશિવરાત્રી પર્વે રવાડી પૂર્ણ થયા બાદ સાધુ સંતો મૃગીકુંડમાં સ્નાન કરવા પધાર્યા હતા ત્યારે કોઈ સાધુ કુંડમાં ડૂબે નહિ તેના માટે મનપા ફાયર શાખા દ્વારા પૂર્વ આયોજીત તૈયારી સાથે કોઈ ડૂબે નહીં તે માટે તૈયારી કરવામાં આવી હતી.
ભવનાથ મંદિરનાં મહંત હરુગીરિબાપુ દ્વારા કલેક્ટરને રજૂઆત કરી હતી કોઈ મહાત્મા કે સાધુ સંતો સાથે કોઈ ડૂબવાના દુર્ઘટના બનાવનાં બને તે માટે કમિશનર અને મનપા જહેમત ઉઠાવવામાં આવી હતી.ખાસ લોખંડનું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું હતું જેથી ઊંડે સુધી કોઈ વ્યક્તિ ડૂબે નહીં અને લોખંડની જાળી દ્વારા પણ પ્રોટેક્શન મૂકવાની અગાઉથી તૈયારી કરવામાં આવી હતી જેમાં ફાયર શાખાની રેસ્ક્યુ ટીમે 18થી વધુનું રેસ્ક્યુ કર્યું હતું જયારે ફાયર ટિમ મૃગી કુંડમાં ખડેપગે જોવા મળી હતી.જેમાં ફાયર સાધનોમાં 6 લાઈફ જેકેટ, 3 લાઇફ રિંગ (બોયા), 100 મીટર જાડું દોરડું , 50 મીટર બેલ્ટ તેમજ સીપીઆર અને ફર્સ્ટ એઇડની તાલીમ લીધેલ કુલ 9 સ્ટાફ તૈનાત રાખવામાં આવી હતી.