બાંગ્લાદેશમાં હિન્દુઓ પર સતત થઇ રહેલા હુમલા મુદ્દે એક તરફ વિદેશ સચિવ આજે ઢાંકા પહોંચી રહ્યા છે તે પૂર્વે જ આ દેશની સરકારે અગાઉ ધરપકડ કરાયેલા હિન્દુ પૂજારી અને ઇસ્કોનના અનુયાયી ચિન્મયદાસ અને તેના સાથીઓ પર એફઆઇઆર કરીને ભારતને આંચકો આપ્યો છે.
બાંગ્લાદેશની સરકાર એ ખાતરી આપ્યા પછી પણ અહીં હિન્દુ મંદિરો પર હુમલા યથાવત રહ્યા છે અને તે અટકાવવામાં સરકાર નિષ્ફળ રહી છે. તે વચ્ચે દેશદ્રોહ સહિતના આરોપમાં પૂજારી ચિન્મય ક્રિષ્નદાસ પર ચટગાંવ કોર્ટમાં એફઆઇઆર દાખલ કરી છે.
- Advertisement -
જેમાં એક ફરિયાદી હિફાઝત-એ-ઇસ્લામ બાંગ્લાદેશનો કાર્યકર્તા છે તેણે એવો આરોપ મુક્યો કે ચિન્મયદાસ અને તેના અનુયાયીઓએ તેમના પર હુમલો કર્યો હતો જેમાં તેને ઇજા થઇ છે.