ખાસ-ખબર સંવાદદાતા
મુસાફરી ઝડપી, સરળ અને વધુ સુરક્ષિત બનાવવાના ઉદ્દેશ્ર્ય સાથે ડિજિટલ પાસપોર્ટ લોન્ચ કરનાર ફિનલેન્ડ વિશ્ર્વનો પ્રથમ દેશ બની ગયો છે. ફિનૈર, ફિનિશ પોલીસ અને એરપોર્ટ ઓપરેટર ફિનેવિયાની ભાગીદારીમાં 28 ઓગસ્ટે દેશે ટેસ્ટીંગ શરૂૂ કર્યું હતું. ફિનિશ બોર્ડર ગાર્ડ આ ટેસ્ટીંગનું સંચાલન કરી રહ્યું છે, જે હેલસિંકી એરપોર્ટના બોર્ડર કંટ્રોલ પર હાથ ધરવામાં આવશે અને ફેબ્રુઆરી 2024 સુધી ચાલુ રહેશે.
આ ટેસ્ટીંગ ફિનલેન્ડને ડિજિટલ મુસાફરી ડોક્યુમેન્ટનું પરીક્ષણ કરનાર વિશ્ર્વભરમાં પ્રથમ દેશ બનાવે છે. હાલ માટે આ ટેસ્ટીંગ ફક્ત લંડન, માન્ચેસ્ટર અને એડિનબર્ગ જતા ફિનિશ લોકો માટે છે.રસ ધરાવતા ઉમેદવારોએ ફિન ઉઝઈ પાયલોટ ડિજિટલ ટ્રાવેલ ડોક્યુમેન્ટ એપ ડાઉનલોડ કરવાની હોય છે.
- Advertisement -
પોલીસ રજીસ્ટ્રેશન કરાવી અને યુકેની તેમની ફ્લાઇટના ચારથી 36 કલાક પહેલાં ફિનિશ બોર્ડર સિક્યુરિટીને પોતાનો ડેટા સબમિટ કરવવાનો હોય છે. ઈંગ્લીશ વેબ્સિતે ફર્સ્ટ પોસ્ટ અનુસાર એકવાર રજીસ્ટ્રેશન થઇ ગયા પછી ફિનલેન્ડથી મુસાફરી કરતી વખતે લોકો પોતાના ડિજિટલ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી શકે છે.
ડિજિટલ પાસપોર્ટ શું છે?
ડિજિટલ ટ્રાવેલ ક્રેડેન્શીયલ (ઉઝઈ) એ એક ફીઝીકલ પાસપોર્ટનું ડિજિટલ વર્ઝન છે, જેને સ્માર્ટફોનમાં સ્ટોર કરી શકાય છે. તે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (ઈંઈઅઘ) ના ધોરણો પ્રમાણે કામ કરે છે, ઈંઈઅઘ એ ડિજિટલ ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ માટે ગ્લોબલ સ્ટ્રકચર પર કામ કરી રહી છે. વિશ્ર્વમાં પ્રથમ વખત ઉઝઈ નું ફિનલેન્ડમાં
ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. હાલમાં ફિનલેન્ડ અને યુકે વચ્ચે ફિનૈર ફ્લાઇટમાં મુસાફરી કરતા ફિનિશ નાગરિકો જ આ ટેસ્ટીંગ માટે પાત્ર રહેશે.